Western Times News

Gujarati News

પ્રાથમિક સુવિધાઓથી વંચિત બોપલના રહીશો પરેશાની ભોગવી રહ્યા છે

 

નગરપાલિકા પાસે વહીવટ હોવાથી બોપલનો વ્યવસ્થિત વિકાસ થઈ શક્તો નથી : રોડ, રસ્તા,
પાણીની તકલીફઃ બોપલ- ઘુમાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવા માંગણી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: છેલ્લા ૧૮ વર્ષથી પ્રાથમિક સુવિધાઓ રોડ-રસ્તા-ગટર વગેરેના કામ માટે વિસ્તારના વિકાસ માટે ત્યાંના નાગરીકો રાહ જાઈ રહ્યા છે. પરંંતુ હજુ સુધી એ રહીશો રાહ જાઈ જ રહ્યા છે એ વાત છે ે‘બોપલ’ની. હાલમાં જ જેનો વહીવટ નગરપાલિકા ના હાથમાં છે.
જેની પાસે ફંડનો અભાવ છે. તેથી ત્યાંના રહીશોને પ્રાથમિક સુવિધાઓ આપી શકાતી નથી. અને નાગરીકો રાહ જાઈ રહ્યા છે કે આજે નહીં તો કાલે મ્યુનિસિપલ કોર્પોેરશનમાં સમાવિષ્ઠ થશે અને વર્ષો જૂનુ તેમનું સ્વપ્ન સાકાર બનશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએે ઔડાને રૂ.ર૮પ કરોડ ઔડાની હદમાં આવતા વિસ્તારો માટે ફાળવવાની જાહેરાત તાજેતરમાં કરી હતી જેમાં બોપલ, ઘુમા તથા શેલાનો પણ સમાવેશ થાય છે.  ૩૦ મી જાન્યુઆરી ૧૯૭૮માં રાજ્ય સરકારે નોટીફિકેશન બહાર પાડી, બોપલ તથા તેની આજુબાજુના વિસ્તાર ઘુમા, શેલા, આંબલીને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહાર મુકવાની જાહેરાત કરી હતી. પરંતુ ૧૯૯૧ થી ર૦૦૧ ની સાલની આ વિસ્તારની વસ્તીમાં વધારો થતો ગયો ર૦૧પની સાલમાં બોપલ ઘુમાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જા મળ્યો હતો.

છેલ્લા એક દાયકામાં બોપલ બસંત બહાર રોડ, બોપલ- ઘુમાને ૪ કી.મી.નો પટ્ટા પર વિકાસ વધતો ગયો હતો દક્ષિણ બોપલ વ્યાપારનું હબ બનતું ગયુ. શેલા રોડ સુધી વિકાસ થયો ગયો. દરમ્યાનમાં કોંગ્રેસની સામે ઘર્ષણો શરૂ થયા. અને ભોગ બન્યુ બોપલ. ફેબ્રુઆરી ર૦૦૮માં વહીવટ ઔડાને સોંપવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ ઔડાએ બોપલ માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવા માટે નિર્ણય લીધો હતો. હાલમાં નગરપાલિકાના પ્રમુખ જીગીશા શાહે જણાવે છે કે બોપલને મ્યુનિસિપલ કોર્પોેરશનમાં સમાવેશ કરવાની માંગણી વર્ષો જૂની છે. જે રીતે બોપલનો વિકાસ થઈ રહ્યો છે

તે હવે જા મ્યુનિસિપલ કોર્પોેરશનમાં સમાવિષ્ઠ કરાવવામાં આવે તો વિકાસ યોગ્ય દિશામાં થાય અને યોગ્ય રીતે થઈ શકે. સફાઈની જે સમસ્યા છે, જેને કારણેગંદકી થાય છે તે સમસ્યા પણ દૂર થઈ શકશે. અમદાવાદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર અરવિંદ પાનીકરે જણાવ્ય્‌ુ હતુ કે વ્હેલામાં વહેલી તકે મ્યુનિસિપલ કોર્પોેરશને, બોપલને મ્યુનિસિપલ કોર્પોેરશનમાં સમાવિષ્ઠ કરવાની જરૂર ઉભી થઈ છે. હાલમાં જે વાહનો પાર્કિગ માટેની સમસ્યા છે તે પણ હલ કરી શકાય.
મનિષા અંગારેની ફરીયાદ છે કે બોપલના રોડ બિસ્માર હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટોની સમસ્યા પણ જટીલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં સમાવિષ્ઠ કરવામાં આવે તો સમસ્યા દુર થઈ શકશે. આ ઉપરાંત વરસાદમાં પણ પાણી ભરાવાની જે તકલીફો છે તે પણ દુર થઈ શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અતુલ ભટ્ટ જણાવે છે કે હાલમાં બોપલને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરવાની કોઈ ચર્ચા ચાલતી નથી. બોપલ ઘુમા અમદાવાદથી સેટેલાઈટ ટાઉનશીપમાં વધુ વિકસિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.