Western Times News

Gujarati News

વિશ્વનાં ટોચનાં 10 મોંઘી ઓફિસ માર્કેટમાં નવી દિલ્હીનું કનોટ પ્લેસ

CBREનીટોપ 50 મોસ્ટ એક્સપેન્સિવ માર્કેટ્સની યાદીમાં 9મું સ્થાન જાળવી રાખ્યું

  • મુંબઈનાં BKC અને નરિમાન પોઇન્ટે મોસ્ટ એક્સપેન્સિવ ઓફિસ માર્કેટની યાદીમાં અનુક્રમે 27મું અને 40મું સ્થાન મેળવ્યું
  • હોંગકોંગે સતત બીજા વર્ષે દુનિયામાં મોસ્ટ એક્સપેન્સિવ લોકેશન તરીકે એનું સ્થાન જાળવી રાખ્યું
  • વર્ષ 2019નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં APACનો ઓક્યુપન્સી ખર્ચ બમણો થઈને 3 ટકા થયો, જે વર્ષ 2018નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1.7 ટકા હતો

મુંબઈ/અમદાવાદ, 10 જુલાઈ, 2019: – ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એની વાર્ષિક ગ્લોબલ પ્રાઇમ ઓફિસ ઓક્યુપન્સી કોસ્ટ્સ સર્વેનાં તારણો જાહેર કર્યા  હતાં. સર્વેનાં તારણો મુજબ, દુનિયામાં નવી દિલ્હીનાં કનોટ  પ્લેસ – સીબીડી ઓફિસ માર્કેટે ટોપ 10 મોસ્ટ એક્સપેન્સિવ ઓફિસ માર્કેટ્સની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

દુનિયાભરમાં લીઝિંગ પ્રાઇમ ઓફિસ સ્પેસ પર નજર રાખતાં આ રિપોર્ટ મુજબ, નવી દિલ્હીનું કનોટ પ્લેસ – સીબીડીએ ગયા વર્ષની જેમ ચાલુ વર્ષે આ યાદીમાં નવમું સ્થાન જાળવી રાખ્યું છે અને ઓફિસ ઓક્યુપન્સી કોસ્ટ ચોરસ ફૂટદીઠ 143.97 અમેરિકન ડોલર છે. મુંબઈની બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને નરિમાન પોઇન્ટ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટએ યાદીમાં અનુક્રમે 27મું અને 40મું સ્થાન મેળવ્યું હતું. હાલની પોઝિશનમાં બીકેસીનું વાર્ષિક ભાડું ચોરસફૂટ દીઠ 90.67 અમેરિકન ડોલર અને સીબીડી નરિમાન પોઇન્ટ ચોરસ ફૂટદીઠ 68.38 અમેરિકન ડોલર છે.

CBREનાં ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાનાં ચેરમેન અને સીઇઓ અંશુમાન મેગેઝિને વૃદ્ધિકારક પરિબળો અને ઓફિસ ઓક્યુપન્સી સેગમેન્ટ પર વિસ્તૃતપણે જણાવતાં કહ્યું હતું કે, “ભારતીય બજારોએ વિવિધ શહેરોની સીબીડીમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ સ્પેસ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે, કારણ કે પ્રસિદ્ધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કોર્પોરેટે આ શહેરોમાં પોતાની મુખ્ય ઓફિસો સ્થાપિત કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ સ્પેસની તરફેણ કરે છે. કમર્શિયલ ઓફિસ માર્કેટ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વૃદ્ધિનું મજબૂત પ્રેરકબળ બની રહ્યું છે અને અમને ખુશી છે કે, પ્રાઇમ માર્કેટ તરીકે દિલ્હીએ સતત પ્રવૃત્તિ જોવા મળી છે અને દુનિયામાં ટોપ 10 મોસ્ટ એક્સપેન્સિવ માર્કેટની યાદીમાં એની પોઝિશન જાળવી રાખી હતી.”

પ્રાઇમ ઓફિસ સ્પેસ લીઝિંગ સેગમેન્ટમાં એશિયાની પર્ફોર્મન્સ વિશે રિપોર્ટમાં તારણ રજૂ કરવામાં આવ્યું હતું કે, દુનિયાનાં 10 મોસ્ટ એક્સપેન્સિવ ઓફિસ બજારોમાં 6 સિટી એશિયાનાં છે. હોંગકોંગનાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટે સતત બીજા વર્ષે પ્રાઇમ ઓફિસનાં ભાડાં માટે વિશ્વનું મોસ્ટ એક્સપેન્સિવ માર્કેટ તરીકે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યાં પ્રાઇમ ઓક્યુપન્સી કોસ્ટ ચોરસ ફૂટદીઠ 322 અમેરિકન ડોલર છે.

રિપોર્ટમાં પ્રતિભાઓને મેળવાની સ્પર્ધા, પ્રાઇમ ઓક્યુપન્સી કોસ્ટને નવી ઊંચાઈએ લઈ જવાનાં વધતા મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. એની સાથે મોટાં ભાગનાં શહેરોમાં મર્યાદિત પુરવઠો અને મધ્યમ સ્તરનું નિર્માણ કિંમતની વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ પરિબળો બન્યાં છે. રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ટોપ 10 મોસ્ટ એક્સપેન્સિવ માર્કેટમાં અત્યંત ઓછું પરિવર્તન થયું હોવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટાં ભાગનાં દેશોએ ગયા વર્ષની જેમ તેમની આંતરરાષ્ટ્રીય પોઝિશન જાળવી રાખી છે.

ટોચનાં 10 સૌથી મોંઘા બજારો

(દર વર્ષે ચોરસ ફૂટદીઠ અમેરિકન ડોલરમાં)

1 હોંગકોંગ (સેન્ટ્રલ), હોંગકોંગ 322.00
2 લંડન (વેસ્ટ એન્ડ), યુનાઇટેડ કિંગ્ડમ 222.70
3 હોંગકોંગ (કોવલૂન), હોંગકોંગ 208.67
4 ન્યૂયોર્ક (મિડટાઉન – મેનહટ્ટન) 196.89
5 બીજિંગ (ફાઇનાન્સ સ્ટ્રીટ), ચીન 187.77
6 બીજિંગ (સીબીડી), ચીન 177.05
7 ન્યૂયોર્ક (મિડટાઉન – સાઉથ મેનહટ્ટન), અમેરિકા 169.86
8 ટોક્યો (મરુનાઉચી/ઓટેમાચી), જાપાન 167.82
9 નવી દિલ્હી (કનોટ પ્લેસ – સીબીડી), ભારત 143.97
10 લંડન (સિટી), યુનાઇટેડ કિંગ્ડમ 139.75

 અસ્વીકરણ: CBRE કે એની સંલગ્ન કંપનીઓ અહીં આપેલી માહિતીની સચોટતા પર કોઈ ખાતરી આપતી નથી કે સચોટ હોવાનો દાવો કરતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.