Western Times News

Gujarati News

વડોદરા જિલ્લા કલેકટરએ સતત સરપંચો અને તલાટીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો

ગ્રામ સ્તરેકોરોના અને પૂર્વ ચોમાસું કામગીરી અંગે સીધી જાણકારી મેળવી અને માર્ગદર્શન આપ્યું. અત્યાર સુધીમાં પાંચ સત્રમાં જિલ્લાના ૨૧૯ સરપંચો અને ૨૩૮ તલાટીઓ સાથે કર્યો સંવાદ..૪૫૭ ગામો આવરી લીધા..

વડોદરા (બુધવાર) સીધા સંવાદનાના અભિગમ હેઠળ જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ૫મી વાર જિલ્લાના ગામોના સરપંચો અને તલાટીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો અને ખાસ કરીને ગ્રામ સ્તરે કોરોના અટકાવવાની તકેદારીઓ નું પાલન અને અમલ તથા આગામી ચોમાસાને લઈને કરવામાં આવેલી તૈયારીઓની સીધેસીધી જાણકારી સરપંચો અને તલાટીઓ પાસે થી મેળવી હતી.

તેમણે ખાસ કરીને હાલમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે ત્યારે સઘન સાફ સફાઈ,ખાડા પૂરવા,પાણી નો ભરાવો અટકાવવો અને એન્ટિ લારવલ કામગીરી દ્વારા મચ્છર અને પાણીજન્ય રોગો અટકાવવાની જરૂરી તકેદારી આગોતરી લેવાનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોરોના સામે સલામતી માટે ગામોમાં માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા ની તકેદારીઓ લોકો પાળે એ માટે સમજણ અને સહયોગનું વાતાવરણ કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો.

સંવાદ દરમિયાન ગામોમાં વખતોવખત ડીસ ઇન્ફેકતંત નો છંટકાવ કરાવવો,પાણી ની ટાંકીઓ ની સફાઈ અને લીકેજ લાઇનો નું સમારકામ, શૌચાલયનો ઉપયોગ અને ખુલ્લા માં સૌચ મુક્ત ગામ,બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ,અન્ય જોખમી રોગો ધરાવતા લોકોની ખાસ કાળજી લેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી એ ભારત સરકારની આત્મ નિર્ભર યોજનામાં અનાજ વિતરણ ની જોગવાઇઓનો તમામ લાભાર્થીઓને લાભ મળે અને રેશન કાર્ડ ન હોય તો આધાર કાર્ડના આધારે અનાજ વિતરણની વ્યવસ્થાનો સુચારુ અમલ થાય એની તકેદારી રાખવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ પૂર્વ ચોમાસું તૈયારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લા સ્તરે અધિક નિવાસી કલેકટર શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આ સંવાદમાં જોડાયાં હતા.

આજે ૫માં સત્ર માં ૩૨ સરપંચ અને ૩૫ તલાટીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આમ, ચાર સત્રમાં જિલ્લા કલેકટરશ્રી વિડિયો કોન્ફરન્સ દ્વારા કુલ ૨૧૯ સરપંચો અને ૨૩૮ તલાટીઓ સાથે સીધો સંવાદ કર્યો છે અને આ રીતે ૪૫૭ ગામોને આવરી લઇ અને કૉવીડ વિષયક તથા પૂર્વ ચોમાસું તૈયારીઓ અંગે સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.