Western Times News

Gujarati News

હાથીજણમાં પરિવારનો સામુહિક આપઘાત

બંધ ફલેટમાંથી બે ભાઈઓ અને તેમના ચાર સંતાનોના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા પહેલાં સંતાનોની હત્યા કરી ભાઈઓએ આત્મહત્યા કર્યાંની આશંકા

(પ્રતિનિધિ) અમદાવાદ:  બંને ભાઈઓનો ચિંતિત પરીવાર બુધવારથી તેમને શોધી રહયો હતો અને ગત રાત્રે બાર વાગ્યે પોલીસની મદદ લઈ પ્રાયોશા રેસીડેન્સી ખાતેના મકાનનો દરવાજા તોડયો હતો પ્રાથમિક તપાસમાં બંને ભાઈઓએ પ્રથમ પોતાના સંતાનોને નાયલોનની દોરી વડે ફાંસો આપ્યો હોય અને બાદમાં પોતે પણ આપઘાત કર્યો હોય તેમ લાગી રહયું છે

હાલમાં પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પીટલમાં મોકલી આપ્યા છે અને ઘટના સ્થળ પરથી કોઈસુસાઈડ નોટ કે અન્ય પુરાવા શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ અધિકારીઓએ આટલા નાના બાળકો આત્મહત્યા કરી ન શકે તેવુ માની રહયા છે ત્યારે તમામ મૃતદેહોને નીચે ઉતારી વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં બાળકોના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે.

આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યાનું અનુમાન : (પ્રતિનિધિ) અમદાવાદ, ગત મોડી રાતે બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ સામુહીક આપઘાતના બનાવ પાછળનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો.

અમરીષ પટેલની માલિકીના આ ફલેટના દરવાજે બે બેંકોની નોટીસ લગાવેલી ધ્યાન પર આવતા પ્રાથમિક તબક્કે આર્થિક સંકડામણના કારણે આ ઘટના બની હોવાનું પ્રતીત થઈ રહયું છે. જાકે હજુ સુધી કારણ સ્પષ્ટ નથી. આ અંગે વટવા જીઆઈડીસીના પીઆઈ ગોહીલે જણાવ્યું હતુ કે આ બનાવ બાદ બંને ભાઈઓના પરીવારની પુછપરછ કરવામાં આવી રહી છે.

જાકે બંનેની પત્નીઓએ આવી કોઈ જાણ હોવા અંગેનો ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આર્થિક સંકડામણ અંગે તેમણે કયારેય વાત નથી કરી. બુધવારે સવારે ઘરેથી નીકળતા અગાઉ બંનેએ ફરવા જવાનું કહયું હતું.

પી.આઈ એ વધુમાં ઉમેર્યુ હતુ કે બંને ભાઈઓને એકબીજા સાથે સારું બનતું હતું અને બંને નારોલ તથા જીઆઈડીસીની મિલોમાં કાપડ ચેકીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસે બંનેના ફોન નંબરની વિગતો તથા બેંકના વ્યવહારોની માહીતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે ઉપરાંત તેમની નજીકના મિત્રો ધંધાદારી સંપર્કો અને અન્ય કેટલાક લોકોની પુછપરછ હાથ ધરીને ચોક્કસ કારણ જાણવા પ્રયત્ન હાથ ધર્યો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આત્મહત્યાની ઘટનાઓમાં થઈ રહેલાં ચિંતાજનક વધારા વચ્ચે શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલા એક ફલેટમાં બે ભાઈઓ તથા તેના ચાર સંતાનોની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળી આવતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોચી ગયા છે અને તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણના કારણે બંને ભાઈઓએ પોતાના સંતાનો સાથે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહયું છે જાકે સંપૂર્ણ વિગતો ટુંક સમયમાં બહાર આવશે. ચોંકાવનારી બાબત એ છે કે બંને ભાઈઓ પોતાના ચારેય સંતાનોને લઈ લોંગ ડ્રાઈવ પર લઈ જવાનું કહી નીકળ્યા બાદ પોતાના ખાલી ફલેટમાં પહોંચી આત્મહત્યા કરી હતી બંને ભાઈઓ અને સંતાનો પરત ન ફરતા તેમના ફલેટ પર તપાસ કરતા દરવાજા અંદરથી બંધ જણાતાં પોલીસ બોલાવી દરવાજા તોડવામાં આવ્યો હતો.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે હાથીજણ વિસ્તારમાં ગૌરાંગ પટેલ તથા અમરીશ પટેલ નામના બે ભાઈઓ રહેતા હતા બંને કાપડના વ્યવસાય સાથે જાડાયેલા હતા અને તેઓ પોત પોતાના પરીવાર સાથે રહેતા હતા. દરમિયાન બુધવારે ગૌરાંગભાઈ તથા અમરીષભાઈ બંને પોતાના બાળકોને લોંગ ડ્રાઈવ ઉપર લઈ જવાનું કહીને મારુતિ કારમાં નીકળ્યા હતા.

જાકે બીજા દિવસ સુધી પણ પરત ન ફરતાં પરીવાર ચિંતિત બન્યો હતો અને બંને ભાઈઓ અને તેમના ચાર સંતાનોની શોધખોળ આદરી હતી. શોધખોળ કરતા પરીવાર હાથીજણ સર્કલ નજીક આવેલા પ્રાયોશા રેસીડેન્સીમાં પોતાના જ ઘરે આવતા દરવાજા અંદરથી બંધ જાવા મળ્યો હતો, જેથી ગભરાયેલા પરીવારે પોલીસને જાણ કરી હતી. જેમની હાજરીમાં દરવાજા તોડવામાં આવતા અંદરનું દૃશ્ય જાઈ પોલીસ તથા પરીવાર સહીત હાજર તમામ લોકો ચોંકી ઉઠયા હતા બંધ ઘરમાંથી ગૌરાંગભાઈ અને અમરીષભાઈ સહીત છ વ્યક્તકિની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશો મળતા ચકચાર મચી ગઈ હતી. ચોંકી ઉઠેલા પોલીસ કર્મચારીઓએ તુરંત જ પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરતાં તે પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પ્રાયોશા રેસીડેન્સીમાં સામુહીક આપઘાતની ઘટના બહાર આવતા ફલેટના રહીશો પણ ગભરાઈ ગયા હતા અને રાતભર જાગ્યા હતા વહેલી સવારથી આ ઘટનાના સમાચાર વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતા બીજી તરફ પોલીસે પણ તાત્કાલીક તપાસ શરૂ કરી હતી.

જાણવા મળતી વિગતો અનુસાર મૃતકમાં ગૌરાંગભાઈ તથા અમરીષભાઈ સિવાયના ચાર બાળકો સામેલ છે જેમાં ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ (ઉ.૧ર) તથા સાન્વી ગૌરાંગભાઈ પટેલ અને મયુર અમરીષભાઈ પટેલ (ઉ.૧ર) તથા કિર્ત અમરીષભાઈ પટેલ (ઉ.૯) ના નામ સામે આવ્યા છે બંને ભાઈઓ બુધવારે પોતાની પત્નીઓને ઘરે રાખીને ફકત બાળકોને સાથે લઈને નીકળ્યા હતા.

પ્રાયોશા રેસીડેન્સીમાં આવેલું મકાન અમરીષભાઈનું હોવાનું જાણવા મળ્યું છે અને તે અગાઉ આ જ ફલેટમાં રહેતા હતા પ્રાથમિક તપાસમાં ફલેટના દરવાજે બેંકની બે નોટીસ લગાવેલી હોવાનું પણ જાણવા મળ્યું છે આર્થિક સંકડામણ મોતનું કારણ હોઈ શકે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે જાકે સાચુ કારણ સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે. બીજી તરફ પોલીસે મૃતકના પરીવારની પૂછપરછ હાથ ધરી છે જયારે ફલેટમાં તેમના પાડોશીની પણ તપાસ કરી હતી ઉપરાંત સોસાયટીના સીસીટીવી કુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
શહેરના હાથીજણ સર્કલ પાસે બંધ ફલેટમાંથીબે યુવક અને તેમના ચાર સંતાનોની લાશો મળી આવવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે ઘટનાની જાણ થતાં
ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા આ ઉપરાંત સ્થળ પરથી મળી આવેલી પ્લાસ્ટિકની  દોરીઓ પણ કબજે કરવામાં આવી છે પોલીસે સમગ્ર ફલેટની ઝડતી લીધી છે પરંતુ સ્યુસાઈડ નોટ હજુ સુધી મળી ન હતી જાકે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ફલેટ માટે મૃતક ભાઈઓએ લોન લીધી હતી.

પરંતુ લોકડાઉન થતાં અન્ય કારણોસર લોનના હપ્તા તેઓ ભરી શક્યા ન હતા તેવુ જાણવા મળી રહયું છે હપ્તા નહી ભરી શકવાના કારણે બેંકે ફલેટની બહાર નોટિસો પણ લગાડી હોવાનું જાણવા મળી રહયું છે. આ પરિસ્થિતિમાં  બંને ભાઈઓ માનસિક રીતે ખૂબ જ વ્યથિત બની ગયા હતાં બંને ભાઈઓ ગઈકાલે કારમાં પોતાની પત્નિઓને ઘરે છોડી ચારેય સંતાનોને લઈ કારમાં લોંગ ડ્રાઈવ જવાનું કહી નીકળ્યા હતાં.

પરંતુ મોડી રાત સુધી પરત નહી ફરતા પરિવારજનો પણ ચિંતિત બન્યા હતા અને આખરે પોલીસની મદદથી આ ફલેટનો દરવાજા ખોલવામાં આવ્યો હતો. ફલેટની અંદરનું દ્રશ્ય જાઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જયારે પરિવારજનોએ ભારે કલ્પાત કરી મુકી હતી.
સૌથી મહત્વની બાબત એ છે કે ચારેય બાળકોના મૃત્યુનુ કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સાચુ કારણ જાણવા મળશે.

બંને ભાઈઓ માત્ર સંતાનોને લઈને જ ઘરેથી નીકળ્યા હતા જયારે પત્નિઓ ઘરે જ હતી તેવુ જાણવા મળી રહયું છે પરંતુ બીજી બાજુ સંતાનોને લઈને તેઓ કેમ નીકળ્યા તે ચર્ચાનો વિષય છે. હાલમાં પોલીસ અધિકારીઓ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સઘન તપાસ કરી રહયા છે આત્મહત્યા કરવા માટે પ્લાÂસ્ટકની દોરીઓ કયાથી ખરીદી અથવા કયાથી આવી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે સાથે સાથે પોલીસ અધિકારીઓએ બંને ભાઈઓના અન્ય પરિવારજનોની પણ પુછપરછ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.