Western Times News

Gujarati News

કોંગ્રેસની સ્ટડી ટુરઃ કોર્પોરેટરો મોજ મસ્તીમાં

અમદાવાદ, અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટર પ્રથમ વખત એક સાથે જોવા મળ્યા અને તેમની ઓળખ પણ થઈ છે.  બાકી તો બે-ચાર કોર્પોરેટર સિવાય કોર્પોરેશનમાં કોણ આવે છે? જમાલપુરના ધારાસભ્ય પણ વિધાનસભા સત્ર છોડીને ફરવા ગયા છે .જ્યારે દરિયાપુરના કોર્પોરેટર હસનખાન પઠાણ  જાહેરમાં ધુમ્રપાન કરી કાયદાના લીરા ઉડાડતાં નજરે પડ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વિવધ જગ્યાઓએ સ્ટડી ટુરના નામે પ્રજાના પૈસૈ ગયા છે. 189  કોર્પોરેટરોમાંથી લગભગ તમામ સ્ટડી ટુર પર ગયા છે. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો કેરાલા 4 દિવસ માટે ગયા છે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં સ્ટડી ટુર પર ગયા છે. કોંગ્રેસના સુરેનદ્ર બક્ષી આ સ્ટડી ટુરમાં ગયા નથી. જ્યારે 365 દિવસ યાદવાસ્થળી કરતાં કોંગ્રેસના કોર્પેોરેટરો એક થઈને પ્રજાના પૈસે સ્ટડી ટુરના નામે ફરી રહ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.