Western Times News

Gujarati News

ખેડુતોને મોટી રાહત : દાળની આયાતને ઓછી કરવા ફેંસલો

નવી દિલ્હી : નિર્ધારિત લઘુત્તમ સમર્થન મુલ્ય (એમએસપી) કરતા પણ ઓછા ભાવે દાળનુ વેચાણ કરી રહેલા ખેડુતોને હવે રાહત મળવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે સરકારે હવે દાળની આયાતને ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે દેશમાં દાળની આયાત વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૬ લાખ ટનની તુલનામાં રેકોર્ડ ૧૦ લાખ ટન સુધી રહી શકે છે. જેથી લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલા ખેડુતોને સીધી ફાયજા થનાર છે.

દાળનુ ઉત્પાદન કરતા ખેડુતોને લાંબા સમય બાદ હવે સીધી ફાયદો થનાર છે. દેશમાં સતત દળનો ઉપયોગ વધી રહ્યો છે. જા કે આ વર્ષે ઉત્પાદન ગયા વર્ષની તુલનામાં ઓછુ રહેવાની શક્યતા દેખાઇ રહી છે. આ વર્ષે હજુ સુધીના તમામ આંકડા દર્શાવે છે કે દાળની વાવણી માત્ર ૭.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે આ આંકડો ૨૭.૯ લાખ હેક્ટર વિસ્તારમાં રહ્યો હતો.

આવી િસ્થતીમાં સ્વાભાવિક રીતે જ દાળનુ ઉત્પાદન ઘટી જવાની શક્યતા છે. ભારતમાંથી આયાતમાં સતત ઘટાડો થયા બાદ વિદેશી ઉત્પાદકોએ પણ તુવેરની વાવણી ઘટાડી દીધી છે. જેના લીધે વૈશ્વિક બજારોમાં તુવેરની ઉપલબ્ધતા ઓછી થઇ રહી છે.

છેલ્લા કેટલાક મહિનામાં દાળની કિંમતોમાં વધારો થયો છે. જા કે તેની કિંમતોને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સીધો ફાયદો પણ થઇ રહ્યો છે. હવે સરકારે આયાતને ઘટાડી દેવાનો નિર્ણય કર્યા બાદ તેની અસર રહેશે. ખેડુતોને સીધી રીતે ફાયદો થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડુતોને દાળના મામલે નુકસાન થઇ રહ્યુ છે.

ખેડુતોને મજબુરીમાં નિર્ધારિત લઘુતમ સમર્થન મુલ્ય કરતા પણ કેટલીક વખત ઓછી કિંમતો દાળનુ વેચાણ કરવાની ફરજ પડી રહી હતી. હવે આવા ખેડુતોને વધારે નુકસાન ન થાય તે દિશામાં પહેલ થઇ રહી છે. સરકાર કોઇ પણ રીતે ખેડુતોને તેમની આવક બે ગણી થાય તે દિશામાં પહેલ કરી રહી છે. તમામ લોકો જાણે છે કે થોડાક વર્ષ પહેલા દાળની કિંમતોને લઇને દેશમાં ભારે દેખાવ કરવામા ંઆવ્યા હતા.

એ વખતે દાળના ભાવ રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગયા હતા. સામાન્ય અને ગરીબ લોકોની થાળીમાંથી દાળ આઉટ થઇ જતા આની ચર્ચા છેડાઇ ગઇ હતી. જા કે ત્યારબાદ સરકારે વિવિધ પગલા લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે કિંમતો વધી હોવા છતાં સ્થિતિ કાબુ બહાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.