Western Times News

Gujarati News

રીક્ષામાં શાકભાજી વચ્ચે દારૂની હેરાફેરી કરનારો ઝડપાયો

બાપનગર પોલીસે ૪૬૮ લીટર દેશી દારૂ કબજે કર્યો, મહુધાથી દારૂ અમદાવાદ લવાયો

અમદાવાદ: પોલીસની ધોંસ વધતા બુટલેગરો દારૂની હેરાફેરી કરવાના અવનવા કિમીયા અજમાવતા હોય છે. રીક્ષામાં ખીચોખીચ લીલી શાકભાજી વચ્ચે દેશી દારૂની હેરફેર કરનાર બુટલેગરને બાપુનગર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ૪૬૮ લીટર દેશી દારૂ અને રીક્ષા સહિત ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બેટલેગરો પર ધોંસ વધારવા ઝોન-પ ડીસીપી રવિતેજા વાસમશેટ્ટી એ તેમના તાબાના પોલીસને નિદેશ દારૂ કર્યા હતા ત્યારે બાપુનગર પોલીસ મથકના પીએસઆઈ જે.એ.બારોટ પેટ્રોલીગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સવારે અજીત મીલ ચારરસ્તા પાસેથી શાકભાજી ભરેલી રીક્ષાની આડમાં દેશી દારૂનો જથ્થો ગોમતીપુરમાં લઈ જવાઈ રહ્યો છે. પોલીસે વાચ રાખી રીક્ષા અટકાવી હતી ત્યારબાદ પોલીસે એક કરતા જુદી જુદી થેલીઓમાં શાકભાજી ભરેલું મળ્યુ હતુ. જા કે પોલીસ શાકભાજીની થેલીઓ હટાવી જાતાં અંદર દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસને જુદી જુદી થેલીઓમાં ૪૬૮ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક દેવેન્દ્ર ઉર્ફેે દલો પ્રેમનારાયણ વર્મા (રહે. ગોમતીપુર)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે ગોમતીપુરની મહિલા બુટલેગર ફરજાનાબાનુ ઉર્ફે ફૈજ શાહનવાઝ પઠાણે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. અને આ માલ મહુધાના બુટલેગર જીગર કાંતિભાઈ દાંતણીયાએ મોકલાવ્યો હતો. જેથી પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર બંન્ને બુટલેગરોની પણ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.