Western Times News

Gujarati News

ઉમલ્લા રેલ્વે ફાટકના બે દિવસના મેન્ટેનન્સ કામ દરમ્યાન ફાટક પરનો રોડ ડામરયુક્ત કરાયો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર ઉમલ્લા મુખ્ય બજારની ફાટકની બે દિવસીય મેન્ટેનન્સ કામગીરી પુર્ણ થતાં વાહનો હવે આવજા કરતા થયા છે.બે દિવસીય કામગીરી અંતર્ગત ઉમલ્લાની રેલંવે ફાટક પરનો રોડ ડામર પાથરીને વ્યવસ્થિત બનાવાતા હવે તેનો લાભ અશા,પાણેથા,ઈન્દોર,વેલુગામ પંથકના ગામોને મળશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વે દ્વારા અંકલેશ્વર રાજપીપલા રેલ્વે લાઈન પર ફાટકો અને ટ્રેકની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.તે અંતર્ગત બે દિવસ પહેલા ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે મુખ્ય બજારમાં આવેલ રેલ્વે ફાટકના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે પુર્ણ થતાં હવે વાહનોની રેલ્વે ફાટક પરથી  અવરજવર પુન: શરુ થવા પામી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.