Western Times News

Gujarati News

કોરોના સામે લડવા સુરતમાં 100 કરોડના ખર્ચે બે Covid હૉસ્પિટલ ઊભી કરાશે : CM રૂપાણી

સુરત : સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 15 દિવસથી વધારે આવી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યા. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં જયંતિ રવિ દોડ્યા પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી. સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈ સુરત પહોંચી ગયા છે.


મુખ્યમંત્રીએ જણાવ્યું સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા અમે એક એક મિનિટ કરી રહ્યા છે. સુરતમાં કોરોનાને કેમ નિયંત્રીત કરવો તેના માટે સરકાર પુરા પ્રયત્નો કરી રહી છે. અમે અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને સરકારી અને ખાનગી તબીબો સાથે મીટિંગ કરી છે. આ મીટિંગ બાદ અમે મીડિયા સામે આવ્યા છીએ. સરકાર છેલ્લા એક અઠવાડિયાથી વીડિયો કૉન્ફરન્સથી મીટિંગ કરતા આવ્યા છે. આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે.

સુરતની કિડની હૉસ્પિટલ અને સ્ટેમસીલ હૉસ્પિટલને ઝડપથી 100 કરોડના ખર્ચે કોવિડ હૉસ્પિટલ બને. જો ભવિષ્યમાં કેસ વધે તો આપણી પાસે તૈયારી હોય તેવી વ્યવસ્થા કરાશે. સરકાર કોરોનાને આડો હાથ આપી રોકી શકે નહીં. પરંતુ સરકાર હૉસ્પિટલ અને બેડની વ્યવસ્થા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.