Western Times News

Gujarati News

લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યું થકી ૮૮૩ યુવાનોને રોજગારી મળી

યુવાઓની રાહબર બનતીઅમદાવાદ રોજગાર કચેરી -એક વર્ષમાં૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા ૩૮,૯૦૧ યુવાનોને રોજગારી

છેલ્લા ૩ વર્ષમાં ૨૨ વિદ્યાર્થિઓને પરદેશમાં વર્ક અને સ્ટડી વિઝા મળ્યા 

તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે મુજબ ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઓછો ૩.૪% બેરોજગારી દર ધરાવે છે.રાજ્યમાં એમ.એસ.એમ.ઈ.સેકટર સહિતના ઊદ્યોગોને રાજ્ય સરકારના પ્રોત્સાહનો, સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફોર્મ્સ અને ઊદ્યોગ સંસ્થાપનમાં સરળતાને પગલે વધુ ઊદ્યોગો આવતાં આ વર્ષે આ બેરોજગારી દર ઓછો રહ્યો છે. ગુજરાતની આ સિધ્ધીમાં રાજ્યની રોજગાર નિયામક કચેરીઓ દ્વારા પણ અગત્યની ભુમિકા ભજવવામાં આવી છે. વિશેષત: અમદાવાદ રોજગાર કચેરી દ્વારા સીમાચિહ્નરૂપ કામગીરી કરવામાં આવી છે.

રાજ્યના આર્થિક પાટનગર સમાન અમદાવાદના ઉદ્યોગોમાં માનવબળની માંગ સતત રહે છે. આવા સમયે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ રોજગાર કચેરીએ ૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા યોજી ૨૨,૯૮૬ યુવાઓને રોજગાર અપાવી સેતુરૂપ ભૂમિકા ભજવી છે. આ ભરતી મેળામાં જિલ્લા કક્ષા, ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા, જી.આઇ.ડી.સી. કક્ષા, દિવ્યાંગ ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનો સમાવેશ થાય છે.

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા નાણાકીયવર્ષ ૨૦૧૯-૨૦ માટે પ્લેસમેન્ટ/નિમણુક લક્ષ્યાંક ૩૮,૮૦૦નો રાખવામાં આવ્યો હતો જેની સામે ૩૮૯૦૧ યુવાનોને રોજગારી અપાવી ૧૦૦% લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી વચ્ચેઅમદાવાદ રોજગાર કચેરી દ્વારા નવી કાર્યરીતી અપનાવાતા રોજગાર પ્રદાનનું કાર્ય અટક્યું નહીં.લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યું થકી ૮૮૩ યુવાનોને રોજગારી મળી છે. આ યુવાનોએ ૯,૦૦૦ થી ૧૬,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી છે.કુલ ૫ માર્ગદર્શક વેબીનાર, ઓનલાઇન ઇન્ટર્વ્યુ જેવા વિકલ્પો અપનાવી કોરોનાના સંક્રમણ કાળમાં પણયુવાનોને રોજગારીના વિવિધ અવસરો ઉપલ્બ્ધ બને તે માટે રોજગાર કચેરીએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા યુવાઓને વિદેશમાં અભ્યાસ અને રોજગારના અવસરોથી પણ અવગત કરાવવામાં આવે છે. વિદેશ જવા ઈચ્છુક યુવાનોને અત્રેથી અધિકૃત માહીતી મળી રહે છે. રોજગાર કચેરી અમદાવાદના માર્ગદર્શનથીછેલ્લા ૩ વર્ષમાં ૨૨ વિદ્યાર્થિઓ/યુવાઓને પરદેશમાં વર્ક અને સ્ટડી વિઝા મળ્યા છે. જેમાં યુ.કે., કેનેડા,રશિયા, ઓસ્ટ્રેલીયા, ,યુ.એ.ઇ.અનેમલેશિયાનો સમાવેશ થાય છે.

અમદાવાદ રોજગાર કચેરી દ્વારા કુશળ કારીગરોને તેમના કૌશલ્યને આધારિત રોજગાર મળે તે માટે જિલ્લાના વિવિધ ઉદ્યોકારો સાથે સંકલન સાધીને સમયાંતરે ભરતી મેળાઓનું આયોજન કરીને ઉદ્યોગોને સક્ષમ માનવબળ મળે અને જરૂરિયાત વાળા યુવાનોને રોજગારીના અવસરો મળે એમ બન્ને દિશામાં કામ કર્યું છે.

આ માટે અમદાવાદ રોજગાર કચેરી દ્વારા જિલાની વિવિધ આઇ.ટી.આઇ. કૌશલ્ય વર્ધન કેન્દ્રો, ટેકનીકલ કોલેજના સતત સંપર્કમાં રહી તથા સમયાંતરે યોજાતી બિઝનેસ સમિટ વગેરેમાં સક્રિયપણે સહયોગી બની રોજગારના વધુ ને વધુ અવસરો જિલ્લામાં ઉભા થાય તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે.

તાજેતરમાંજ અમદાવાદ રોજગાર કચેરી થકી ખાનગી કંપનીમાં સર્વિસ ઇજનેરની નોકરી મેળવનાર યોગેશ પંચાલ કહે છે કે, ‘અમદાવાદ રોજગાર કચેરીના પ્રયાસોથી મને સારી કંપનીમાં નોકરી મળી છે. અહીં કર્મચરીઓને જમવાની સગવડ, પ્રવાસ ભથ્થા સહિતની અન્ય સુવિધાઓ પણ મળી રહે છે.લોકડાઉન દરમિયાન પણ મારી જોબ ચાલુ છે’ એમ તેણે ઉમેર્યું.

મદદનીશ રોજગાર નિયામક શ્રી એસ, ‘આર. વિજયવર્ગીય જણાવે છે કે, ગુજરાતરાજ્યના મહાનગરોમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ છે. કુશળ માનવબળની સતત જરૂર રહે છે. આવા સમયે રોજગાર કચેરી ઉદ્યોગો અને રોજગારવાંછુઓ વચ્ચે સેતુરૂપ ભુમિકા ભજવે છે. લોકડાઉનમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે કુશળ કારીગરો પણ ગુજરાત છોડી વતન પરત ફર્યા છે ત્યારે ગુજરાતના કૌશલ્યવાન યુવાનો માટે એક ઉજળી તક બની છે.’

તેઓએ કહ્યું કે,‘વિદેશી મુડિરોકાણ, ઉદ્યોગપ્રેરક નીતીઓ જેવા પરિબળોને કારણે ગુજરાત હંમેશા રોજગારીનું કેન્દ્ર બની રહેશે. યુવાનોએ ક્યારેય હતાશ થવું ન જોઇએ ઉલટાનું સતત સ્વ-વિકાસના માર્ગે ચાલતા રહેવું જોઇએ.’

અમદાવાદ રોજગાર કચેરી યુવાનોને નોકરી મેળવવા માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે. અહીં રોજગારવાંછુઓનું નિયમિત કાઉન્સેલીંગ કરવામાં આવે છે. ઓનલાઇન વેબીનાર,ઓનલાઇન રજીસ્ટ્રેશન,ચેટ-બોક્સ વિકલ્પ, હેલ્પ-ડેસ્ક, ટેલીફોન હેલ્પલાઇન, વ્હોટ્સએપ-કોલ, ઇ-મેલ દ્વરા ઇન્ટરવ્યુંનું આયોજન જેવા પગલા થકી અમદાવાદ રોજગાર કચેરીયુવાઓની ખરા અર્થમાં રાહબર બની છે. (અહેવાલ : ઉમંગ બારોટ)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.