Western Times News

Gujarati News

હવે બેંકને વીડિયો કોલ કરીને એકાઉન્ટનું KYC કરાવી શકાશે

પ્રતિકાત્મક

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે વીડિયો KYC એકાઉન્ટ શરૂ કર્યું

  • બેંક દ્વારા સંપૂર્ણ KYC એકાઉન્ટ માટે સેલ્ફી KYC કન્વર્ટ થશે
  • ગ્રાહકનું રિમોટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવશે
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ સાથે KYCપૂર્ણ કરો

 મુંબઈ, 03 જુલાઈ, 2020: 31 માર્ચ, 2019 સુધી બેંકિંગ આઉટલેટની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક (“SFB“) ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ (“બેંક”)(સ્ત્રોતઃક્રિસિલરિપોર્ટ).દેશમાં વીડિયો KYC એકાઉન્ટ શરૂ કરનાર અગ્રણી બેંકો પૈકીની એક બની છે.

આ એક વેબ એપ્લિકેશન છે, જેની ડિઝાઇન વીડિયો કોલ મારફતે રિમોટ વેરિફિકેશન પ્રોસેસ હાથ ધરવા માટે બનાવવામાં આવી છે. વીડિયો કોલ રિલેશનશિપ એક્ઝિક્યુટિવના ડોમેનમાંથી ટ્રિગર થાય છે અને વીડિયો કોલ માટે રેકોર્ડિંગ સ્ટોર થશે. ગ્રાહકનું વેરિફિકેશન કરવા વીડિયો કોલ પર તેમની આધાર અને પેનની વિગતો સબમિટ કરવી પડશે.

બેંકે એપ પર મોટા ભાગની સેવાઓ ડિલિવર કરવા એની મોબાઇલ બેંક એપને રિવેમ્પ કરી છે. ઉપરાંત બાકીની સેવાઓને એપ પર સમાવવા કામ ચાલુ છે. આ સાથે દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકે છે, બેંકના કર્મચારી સાથે વીડિયો દ્વારા ફૂલ KYC પૂર્ણ થાય છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડૂ ઇટ યોરસેલ્ફ (DIY) સેવાના લાભ મળવાની શરૂઆત થાય છે તેમજ પોતાના સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ પર ઇક્વિટાસ દ્વારા વ્યાજનાં વધારે સારાં દર ઓફર થાય છે.

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડનાં બ્રાન્ડ બેંકિંગ, લાયાબિલિટીઝ, પ્રોડક્ટ એન્ડ વેલ્થના પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ શ્રી મુરલી વૈદ્યનાથને કહ્યું હતું કે, “ઇક્વિટાસ SFB એના ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ અનુભવ આપે છે. અત્યારે ઇક્વિટાસ SFB એના ગ્રાહકોને ડિજિટલ બેંકિંગનો શ્રેષ્ઠ અનુભવ આપે છે, નવું વીડિયો KYC એકાઉન્ટ અમારા વિઝનની દિશામાં એક પગલું છે. એનાથી એકાઉન્ટ ખોલવા અને નાણાકીય વ્યવહારો કરવા માટે ગ્રાહકો માટે કોન્ટેક્ટલેસ, બ્રાન્ચની મુલાકાતની જરૂર વિનાની અને સરળ પ્રક્રિયા સુનિશ્ચિત થશે.”

વીડિયો KYC પ્રક્રિયા:

  • ગ્રાહકને SMS મળશે
  • VKYC અગાઉ ફોર્મ ભરો
  • ગ્રાહક શરૂ કરે છે અથવા સમય નક્કી કરે છે
  • એજન્ટ પેનલ કસ્ટમર વીડિયો અને ગ્રાહકના લોકેશનને જોવા અને તેમની સાથે વાત કરી શકે છે
  • વ્યક્તિની લાઇવ્લીનેસ ચકાસવા ગ્રાહક રેન્ડમ પ્રશ્રો પૂછે છે
  • જ્યારે અગાઉ સબમિટ કરેલા ડોક્યુમેન્ટ સાથે વીડિયો કોલ દરમિયાન ગ્રાહકની આધાર વિગતની પુષ્ટિ થાય છે, ત્યારે સેલ્ફી એકાઉન્ટ ખુલે છે
  • યુઝર પાસેથી વેટ સિગ્નેચર મેળવવા યુઝરને કેમેરાને ફ્રન્ટમાંથી રિઅરમાં સ્વિચ કરવાનું કહેવામાં આવે છે અને વ્હાઇટ પેપર પર સહી કરાવવામાં આવે છે
  • ગ્રાહકને રિઅર કેમેરા દ્વારા PAN કાર્ડ સબમિટ કરવાનું કહેવામાં આવે છે. જો જરૂર પડે, તો પ્રક્રિયાને વધુ ઇમેજ માટે એક્ષ્ટેન્ડ કરી શકાશે
  • રિયલ ટાઇમમાં ટેક્સટ PAN કાર્ડમાંથી મેળવવામાં આવે છે
  • બેંકિંગ રેકોર્ડમાં ડોક્યુમેન્ટ મુજબ, ઇમેજ સાથે વીડિયો કોલ દરમિયાન ફેશિયલ રેકગ્નિશન ઇમેજ કેપ્ચ્યોર પર મેળવવામાં આવે છે
  • એજન્ટ/માર્કર વ્યક્તિની કામગીરીને આધારે અંતિમ ચુકાદો આપે છે
  • ગ્રાહકને આ જ વીડિયો કોલમાં ઇશ્યૂઅન્સ રિક્વેસ્ટ માટે ડેબિટ કાર્ડ/ચેક બુક કન્ફર્મેશન માટે પણ કહેવામાં આવે છે. વીડિયો કોલ પર કમ્યુનિકેશન એડ્રેસ વેરિફાઇડ પણ કરવામાં આવે છે
  • ચેકર(ર્સ) તેમની પેનલમાં લોગિંગ કરીને આ નાણાકીય વ્યવહારની સુલભતા મેળવી શકે છે, જે ઉપલબ્ધ તમામ નાણાકીય વ્યવહારનું લિસ્ટ હશે
  • ચેકર અને રિવ્યૂઅર તમામ ડોક્યુમેન્ટને જોવા સક્ષમ બને છે, જેમાં વીડિયો રેકોર્ડિંગ તથા ટેક્સ્ચ્યુઅલ અને વિઝ્યુઅલ ફોર્મેટ (પીડીએફ ફોર્મેટમાં પણ) એમ બંનેમાં ડેટા મેળવવામાં આવે છે
  • ચેકર ઉપરાંત સંપૂર્ણ પ્રક્રિયાની સાથે સાથે ઓડિટ પણ પૂર્ણ થાય છે અને ગ્રાહક માટે એપ્લિકેશનને આગળ વધારવામાં આવે છે
  • અસ્વીકાર્યતા માટે કારણ સાથે અસ્વીકારતાનો સંદેશ SMSમાં મળી શકશે.

વીડિયો KYC માટેની જરૂરિયાતો

  • આધારની વિગત અને PAN કાર્ડ
  • ડેટાની સતત કનેક્ટિવિટી
  • પુષ્કળ લાઇટ અને સ્પષ્ટ બેકગ્રાઉન્ડ
  • ગ્રાહકના ચહેરાનો સ્પષ્ટ વ્યૂ
  • GPS સાથે સ્માર્ટફોન
  • સક્ષમ બ્રાઉઝર
  • સિગ્નેચર માટે પેન અને વ્હાઇટ પેપર

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ બેંકિંગ આઉટલેટની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી એસએફબી તથા નાણાકીય વર્ષ 2018-19માં એસેટ્સ અંડર મેનેજમેન્ટ અને કુલ ડિપોઝિટની દ્રષ્ટિએ ભારતમાં બીજી સૌથી મોટી એસએફબી છે(સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). 30 સપ્ટેમ્બર, 2019નાં રોજ ભારતમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એની વિતરણ ચેનલમાં 853 બેંકિંગ આઉટલેટ અને 322 એટીએમ હતા.

ઇક્વિટાસ મર્યાદિત ઔપચારિક માધ્યમોની સુવિધા ધરાવતા વિવિધ ગ્રાહક સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તથા તેમની ઔપચારિક, વેરિએબલ અને કેશ-આધારિત આવકની પ્રોફાઇલને આધારે ધિરાણ કરે છે. બેંક આવકની પ્રોફાઇલ, વ્યવસાયનાં પ્રકાર અને ઉપલબ્ધ સીક્યોરિટીનાં પ્રકારને ધ્યાનમાં લઈને આ કસ્ટમર સેગમેન્ટ્સની ચોક્કસ જરૂરિયાતો સંતોષતા નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની રેન્જ ઓફર કરે છે. એના એસેટ ઉત્પાદનો વિવિધ પ્રોફાઇલ ધરાવતા ગ્રાહકોની રેન્જને અનુકૂળ છે.

એમાં અતિ નાનાં ઉદ્યોગસાહસિકોને પ્રોપર્ટી સામે લોન, હાઉસિંગ લોન અને કૃષિ લોન, મુખ્યત્વે મહિલાઓ સહિત સંયુક્ત જવાબદારી ધરાવતા જૂથોને માઇક્રોફાઇનાન્સ, ડ્રાઇવરો અને સામાન્ય રીતે લોજિસ્ટિક્સમાં સંકળાયેલા માઇક્રો-આંત્રપ્રિન્યોર્સને વપરાયેલા અને નવા કમર્શિયલ વ્હિકલ માટેની લોન, પ્રોપ્રાઇટરશિપને એમએસઈ લોન તથા કોર્પોરેટ લોન સામેલ છે. લાયાબિલિટી સાઇડ પર એના લક્ષિત ગ્રાહકોમાં ધનિકો અને અતિ ધનિક વ્યક્તિઓ સામેલ છે, જેમને બેંક કરન્ટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ અને વિવિધ પ્રકારનાં ડિપોઝિટ એકાઉન્ટ સામેલ છે. આ ઉપરાંત બેંક એટીએમ-કમ-ડેબિટ કાર્ડ, થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ અને ફાસ્ટેગ્સનું ઇશ્યૂઅન્સ જેવી નોન-ક્રેડિટ ઓફરો પણ પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.