Western Times News

Gujarati News

લદાખમાં ચીની સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ, ટેન્ટ હટાવતા જોવા મળ્યાંઃ સૂત્ર

નવીદિલ્હી, લદાખમાં ચીનના સૈનિકોની પાછળ હટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગલવાનથી ચીનના સૈનિકોની ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ પાછી જઈ રહી છે. ચીનના સૈનિકો પીએલએ પીપી ૧૪થી ટેન્ટ હટાવતા જોવા મળ્યાં. ચીનના સૈનિકો ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરામાં પાછા જતા જોવા મળ્યાં. અત્રે જણાવવાનું કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે અનેક તબક્કાની કમાન્ડર સ્તરની બેઠકો થઈ ચૂકી છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બંને દેશોની સેનાએ હિંસક ઝડપવાળી જગ્યાએથી ૧.૫ કિલોમીટર પાછળ હટી ગઇ છે. આ સંભવતઃ ગલવાન ઘાટી સુધી સીમિત છે. હવે આ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આગળ કોઇ હિંસક ઘટના ન બને.ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત અને ચીનના સૈનિકોએ રિલોકેશન પર સમજૂતિ જાહેર કરી છે, ત્યારબાદ બંને દેશની સેના જે જગ્યા પર હતી ત્યાંથી પાછળ ખસી ગઇ છે. આમ સેનાની પીછેહઠને આ પ્રક્રિયાને પહેલો પડાવ માનવામાં આવી રહ્યો છે.

સૂત્રોને જણાવ્યાં મુજબ ૬ જૂનના રોજ કોર કમાંડરની બેઠકમાં સહમતિ બની હતી. ત્યાર બાદ ૩૦ જૂન કોર કમાંડરની ત્રીજા સ્તરની બેઠકમાં ડિસએંગેજમેંટની પુષ્ટિ માટે ૭૨ કલાકનો વાચ પીરિયડ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બંને સેનાઓની પીછેહઠની ખબર આવી રહી છે. જો કે હજુ સુધી ભારતીય સેના તરફથી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.  અત્રે જણાવવાનું કે ૧૫ જૂનના રોજ મોડી રાતે જવાનો વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતાં. જ્યારે ચીનના પણ ૪૦થી વધુ જવાનો માર્યા હતાંઅહેવાલો મુજબ વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશોની સેનાઓએ રિલોકેશન પર સહમતિ જતાવી હતી. કહેવાય છે કે ગલવાન ખીણને હવે બફર ઝોન બનાવવામાં આવ્યો છે. જેથી કરીને આગળ જઈને આવી કોઈ હિંસક ઘટના ન ઘટે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.