Western Times News

Gujarati News

ચીનની ધમકીઃ ભારત તિબ્બતનાં મુદ્દાને છંછેડશે તો થશે ભારે નુકસાન

તિબ્બત, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલ ન્યુઝપેપર ગ્લોબલ ટાઇમ્સે એક વાર ફરી ભારતને ધમકી આપી છે. આ ન્યુઝપેપરે ચીનની સરકારનું મુખપત્ર પણ સમજવામાં આવે છે. ન્યુઝપેપરે સંપાદકીય લેખમાં જણાવ્યું કે, “ભારતીય મીડિયાનાં કેટલાંક ભાગોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે ભારતે તિબ્બત કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે, “આ એક રસ્તેથી ભટકેલ અને અર્થ વગરનો વિચાર છે.”

પ્રસ્તાવિત ‘તિબ્બત કાર્ડર્ ભારતીય ઇકોનોમી માટે નુકસાનદાયક શીર્ષક સાથે લખાયેલા લેખમાં ન્યુઝપેપરે જણાવ્યું કે, “ભારતમાં કેટલાંક લોકોનું વિચારવું એમ છે કે ચીનની સાથે તણાવ દરમ્યાન તિબ્બત કાર્ડથી વધારે ફાયદો થઇ શકે છે પરંતુ આ વિચાર એક વહેમ છે. વધુમાં લખ્યું કે, તિબ્બત ચીનનો આંતરિક મામલો છે અને આ મુદ્દાને ભારતે છંછેડવાની જરૂર નથી.”

ગ્લોબલ ટાઇમ્સે તિબ્બતની પ્રગતિને વિશે પણ લખ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં જ કેટલાંક વર્ષમાં તિબ્બત સ્વાયત્ત પ્રદેશમાં તુલનાત્મક રૂપથી વઘારે તેજીથી વિકાસ થયું છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, “તિબ્બત પ્રદેશમાં Âસ્થર સામાજિક વાતાવરણ તૈયાર કરવા માટે વિકાસ એક સારો પાયો છે. કહેવાતા તિબ્બત કાર્ડ માત્ર કેટલાંક ભારતીયોની કલ્પનાની ઉપજ છે અને વાસ્તવિકતામાં આનું મહત્વ નથી.”

ચીને એમ પણ દાવો કર્યો છે કે ૨૦૧૯માં તિબ્બતની જીડીપી ૮.૧ ટકાની ઝડપે વધ્યો. તિબ્બત પ્રદેશે ૭૧ દેશો સાથે વ્યાપારિક સંબંધ પણ બનાવ્યાં. નેપાળની સાથે તિબ્બતનો વેપાર ૨૬.૭ ટકા વધ્યો. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ચીન વિરોધી કેટલીક તાકાત તિબ્બત મુદ્દાનો ઉપયોગ કરી ચીનની વન ચાઇના પોલિસી વિરૂદ્‌ધ ઉકસાવવાનું કામ કરે છે પરંતુ ફેક્ટ એવાં શબ્દોથી વધારે અસરદાર છે.

ચીને જણાવ્યું કે તિબ્બતની ઇકોનોમી તેજીથી વધે છે તો સમાજમાં Âસ્થરતા આવશે. તેનાંથી ચીન અને ભારતનો વેપારિક સંબંધ પણ ઉત્તમ થશે. ચીને જણાવ્યું કે, આશા રાખીએ છીએ કે ભારત એવાં રાજ્યોમાં આર્થિક Âસ્થતિ ઉત્તમ કરવા માટે વધારે પ્રયાસ કરશે કે જે તિબ્બત ક્ષેત્રની આસપાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.