Western Times News

Gujarati News

કોર્પોરેશન શંકાના દાયરામાં  સુપર સ્પ્રેડર્સના રેપીડ ટેસ્ટના આંકડા જાહેર નહીં થતાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાનીમ હામારી દરમ્યાન બે મહિના લોકડાઉનની સરખામણીએ અનલોક-૧-ર માં કોરોનાના કેસોની સંખ્યા વધતા કોર્પોરેશન તંત્ર દોડતું થઈ ગયુ છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. બીજી તરફ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન’ વધતા સ્વાભાવિક રીતે તંત્રની સાથે નાગરીકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. કોર્પોરેશન તરફથી અગાઉ જે પ્રકારે કોરોનાના ટેસ્ટ કરાતા હતા

તેમાં ઘટાડો થયાના આક્ષેપો થઈ રહ્યા છે. કોરોના ટેસ્ટ ઘટતા પોઝીટીવ કેસોની સંખ્યાના ચોક્કસ આંકડાઓ બહાર આવતા નથી. પરિણામે કોરોના પોઝીટીવ દર્દીઓ ખુલ્લેઆમ ફરતા કોરોનાનું સંક્રમણ વધી ગયુ છે. પશ્ચિમ વિસ્તાર હોટસ્પોટ થઈ રહ્યો છે. કોઈ એક જ કુટુંબના ૧૦ થી ૧પ સભ્યોને કોરોના પોઝીટીવ થયાના કેસો બહાર આવી રહ્યા છે. અનલોકમાં બજારો ખુલી ગયા છે. વાહન વ્યવહાર ટ્રાફિક ધમધમતો થઈ ગયો છે. લોકો સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાથી કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. સુરતની સ્થિત  સૌ કોઈ વાકેફ છે. સુરતમાં અમદાવાદ કરતા જેટ ગતિથી કોરોનાના કેસો વધી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કાળમુખા કોરોનાના ખપ્પરમાં અનેક નાગરીકોના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના પોઝીટીવ કેસો વધ્યા છે. લોકડાઉન દરમ્યાન આ આંકડો ઓછો હતો. જ્યારે અનલોકમાં તેમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના સુપરસ્પ્રેડર્સને કારણે આંકડો વધી રહ્યો છે. શાકભાજીવાળા, પાનના ગલ્લા, રેકડીવાળા, ચાની કિટલીઓ, દુકાનો સહિતના સ્થળોએ લોકોની અવરજવર વધી ગઈ છે. બજારો ખુલતા લોકોની ભીડભાડ જાવા મળી રહી છે. ત્યારે કોરોના સુપરસ્પ્રેડર્સ ખતરનાક સાબિત થઈ શકે છે. કોરોના સુપરસ્પ્રેડર્સને કારણે એકદમ ઝડપથી કોરોના ફેલાય છે. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન દ્વારા ૧૯પ૭ સુપરસ્પ્રેડર્સના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

રેપીડ ટેસ્ટના પરિણામ અડધો કલાકની અંદર જાહેર કરાતા હોય છે. પરંતુ સતા તંત્રએ કોરોના સુપરસ્પ્રેડર્સના રેપીડ ટેસ્ટના આંકડા જાહેર નહીં કરાતા અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. કોરોનાના ટેસ્ટની બાબતમાં એક તરફ કચાશ અને બીજી તરફ સુપરસ્પ્રેસડર્સના આંકડા જાહેર નહીં થતાં કોર્પોરેશનની નીતિને લઈને અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના સમયગાળામાં કોરોના ટેસ્ટ મોટી સંખ્યામાં કરાતા હતા. પરંતુ અનલોકમાં ટેસ્ટીંગ ઓછું કરી નાંખવામાં આવ્યુ હોવા અંગે દાવા-પ્રતિદાવા થઈ રહ્યા હતા. જા કે કોરોનાના કેસ ઘટ્યા છે તો માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર વધી રહ્યા છે. તે એક આશ્ચર્યજનક બાબત છે. પરંતુ કોર્પોરેશનનું વહીવટી તંત્ર સફાળુંજાગ્યુ છે. અને સુપર સ્પ્રેડર્સની કોરોના તપાસની સાથે રોજના અંદાજે ૧૦૦૦ નાગરીકોનું કોરોના ટેસ્ટીંગ કરવાનું નક્કી કર્યુ હતુ.

 વળી, અગાઉ જે પ્રકારે શાકભાજીવાળા-રેકડીવાળા-દુકાનો-પાનના ગલ્લાવાળાઓને કોર્પોરેશન તરફથી ખાસ પ્રકારના કાર્ડ આપવામં આવતા હતા અને દર અઠવાડીયે તેમનું ટેસ્ટીંગ કરાતું હતુ.  એ પ્રથાને અમલી કરવાનું અમલમાં મુક્યુ છે. એ મુજબ ૧૯પ૭ સુપર સ્પ્રેડર્સના કોરોના રેપીડ ટેસ્ટ કરાયા છે. પરંતુ તેના પરિણામના આંકડા બહાર આવ્યા નથી. મતલબ કે તેની જાહેરાત કરાઈ નથી. સુપર સ્પ્રેડર્સને કારણે જા કોરોના ફેલાયાનું બહાર આવશે તો વિસ્ફોટક સ્થિતિનું  નિર્માણ થઈ શકે છે એવી આશંકા સેવાઈ રહી છે. ફેરિયાઓ જુદા જુદા વિસ્તારોમાં ફરતા હોય છે અને તેમના સંપર્કમાં સેકડો લોકો આવતા હોય છે. ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે? તે વિચારવા જેવી વાત છે. કોર્પોરેશન સુપર સ્પ્રેડર્સ ટેસ્ટના આંકડા ઝડપથી જાહેર કરીને ત્વરીત પગલાં લે એવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.