Western Times News

Gujarati News

અભિનેતા વિવેક આનંદ ઓબેરોય રહસ્યમય થ્રિલરમાં દેખાશે

મુંબઈ: મુંબઈઃ બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જાેવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.

‘કેન યુ સોલ્વ યોર ઓન મર્ડર?’માં વિવેક ઓબેરોય, પ્રભુ સિંહની ભૂમિકામાં જાેવા મળશે જે ફિલ્મના ખૂબ જ મહત્વના પાત્રોમાનું એક છે. તે પોતે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે જ્યારે વિશાલ મિશ્રા ફિલ્મને નિર્દેશિત કરશે.વિશાલે આ વિશે જણાવ્યું, “વિવેક એક ઉત્કૃષ્ટ અભિનેતા છે અને તેણે તેની ફિલ્મો ‘સાથિયા’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા ‘, ‘કંપની’ દ્વારા આ વાતને સાબિત કરી છે.

પ્રભુ સિંહની ભૂમિકા માટે મારે એક અસાધારણ અભિનેતાની તલાશ હતી કેમકે તે ફિલ્મનું ખૂબ જ મહત્વનું પાત્ર છે. વિવેક પહેલીવાર આ પ્રકારની ભૂમિકા ભજવતો જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.