Western Times News

Gujarati News

અરવલ્લીમાં કોરોનાને લઇ સુખદ સમાચાર ૮૬ વર્ષના દાદાએ કોરોનાને હરાવ્યો

મોડાસા પંથકમાં કોરોના વધુ બે ને ભરખી જતા લોકોમાં ફફડાટ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લો કોરોનાના વાયરસના ભરડામાં બરાબર કસાયો છે.રોજબરોજ નવા કેસ અને મોતનો સીલસીલો યથાવત રહેતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનુ ટપોટપ મોત નીપજ્યું રહ્યું છે કોરોનાના કાળા કહેર વચ્ચે મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૮૬ વર્ષના સવાદાસ ભાઈ નામના દાદાએ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહેતા હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે દાદાને વિદાય આપી હતી વૃદ્ધ અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી

બીજીબાજુ મોડાસા શહેર અને તાલુકામાં કોરોના વધુ બે લોકોને ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જેમાં મોડાસાની કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કસ્બા વિસ્તારના વૃદ્ધા એને મડાસણા કંપાના આધેડને કોરોના ભરખી જતા લોકોમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે જીલ્લામાં વુધ એક કોરોના થી મોત થતાં કુલ આંક ૨૮  એ પહોંચ્યો છે શનિવારે  વધુ ૧ કેસ નોંધાતા અત્યાર સુધી કોરોના પોઝીટીવ કુલ કેસ નો આંક ૨૬૭ એ પહોંચી ગયો છે.

અરવલ્લી જિલ્લામાં કોરોનાએ અડિંગો જમાવ્યો છે.મોડાસા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ કેસ વધી રહયા છે.અને મોતનો સીલસીલો યથાવત રહયો છે. જિલ્લામાં રોજબરોજ નવા કેસો સામે મોતનો સિલસીલો ચાલુ રહયો છે. મોડાસા શહેરના કસ્બા વિસ્તારમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાનુ  મોત થતાં શહેરમાં કુલ મૃત્યુઆંક ૨૩ એ પહોંચ્યો છે.

મોડાસા તાલુકાનાં મડાસણા કંપાના આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા  જિલ્લામાં અત્યાર સુધી ૨૮ લોકોએ કોરોના વાયરસમાં જીવ ગુમાવ્યો છે.આમ શહેર ના જ લોકોના વધુ મોત થતાં શહેરીજનો ફફડી રહયા છે.એક પછી એક મોડાસા શહેરના દરેક વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોનમાં ફેરવાયા છે.જેથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.