Western Times News

Gujarati News

રાજસ્થાનમાં રાજકિય સંકટ ગહેરાયું: સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચા

જયપુર, રાજસ્થાનમાં રાજકિય સંકટ વધુ ગહેરાયું છે. સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સચિન પાયલટ દિલ્હીમાં છે અને તેઓ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. સચિન પાયલટનો દાવો છે કે, તેની પાસે 16 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.જ્યારે સુત્રોનું કહેવું છે કે ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલાં તેઓ રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર તોડે. જો કે ભાજપે તેમને મુખ્યમંત્રી પદ આપવાનો ઈનકાર કરી દીધો છે. કારણ કે અહીં નેતૃત્વને લઈને ભાજપ પોતે ઉહાપોહની સ્થિતિમાં છે. વસુંધરા રાજેના સમર્થનમાં 45 ધારાસભ્યો છે.

બીજી બાજુ કોંગ્રેસ હાઈકમાને પણ પાયલટ સાથે વાત કરી છે અને તમામ મુદ્દાઓને સમજાવ્યા છે. કોંગ્રેસ અશોક ગહેલોતથી નારાજ છે કારણ કે ધારાસભ્યોની ખરીદી મુદ્દે સચિન પાયલટની પુછપરછ માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. જ્યારે પાયલટે પણ સંકેત આપ્યા છે કે તેઓ ભાજપમાં નહી જાય પરંતુ પોતાની નવી પાર્ટી જરૂર બનાવી શકે છે. સચિન પાયલટ પુછપરછની નોટિસ જાહેર થવાથી નારાજ છે. જ્યારે સુત્રોનું કહેવું છે કે લોકડાઉન પહેલા તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ઘણી ચર્ચા કરી રહ્યાં હતા. ભાજપે પણ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ખેલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નાકામ રહી હતી. પરંતુ સચિન પાયલટ હવે પુરી રીતે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તેની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.