Western Times News

Gujarati News

SBIએ IMPS, NEFT અને RTGS ચાર્જ રદ કર્યા

  • 1 જુલાઈ, 2019થી યોનો, INB અને MB ગ્રાહકો માટે RTGS અને NEFT ચાર્જ રદ થયાં
  • 1 ઓગસ્ટ, 2019થી યોનો, INB અને MB ગ્રાહકો માટે IMPS ચાર્જીસ નહીં લાગે
  • બ્રાન્ચ બેંકિંગ દ્વારા રૂ. 1000 સુધીનું ફંડ ટ્રાન્સફર કરવા માટે IMPS ચાર્જમાંથી મુક્તિ
  • બ્રાન્ચ બેંકિંગ દ્વારા NEFT અને RTGS ચાર્જમાં 20% સુધીનો ઘટાડો

મુંબઈ, 12 જુલાઈ, 2019: ડિજિટલ ફંડ અભિયાનને વેગ પ્રદાન કરવા માટે દેશની સૌથી મોટી કમર્શિયલ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ યોનો, ઇન્ટરનેટ બેંકિંગ (INB), મોબાઇલ બેંકિંગ (MB) અને યોનો ગ્રાહકોને RTGS અને NEFT ચાર્જમાંથી મુક્તિ આપી છે, જેનો અમલ 1 જુલાઈ, 2019થી શરૂ થઈ ગયો છે. વળી બેંક ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને યોનો નાં ગ્રાહકોને 1 ઓગસ્ટ, 2019થી IMPS ચાર્જમાંથી પણ માફી આપશે.

31 માર્ચ, 2019નાં રોજ SBIનાં ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરતાં ગ્રાહકો 6 કરોડ અને મોબાઇલ બેંકિંગ સર્વિસીસનાં ગ્રાહકો 1.41 કરોડ હતાં. સ્ટેટ બેંક ઓફ ઇનડિયાને મોબાઇલ બેંકિંગ વ્યવહારોમાં 18 ટકા બજારહિસ્સો હોવા પર પણ ગર્વ છે. SBIનાં ઇન્ટિગ્રેટેડ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ યોનોનાં રજિસ્ટર્ડ યુઝર્સ આશરે 1 કરોડ છે. ગ્રાહકની સુવિધાની સાથે NEFT, IMPS અને RTGS ચાર્જમાંથી માફી ડિજિટલ વ્યવહારો તરફ વધારે ગ્રાહકોને આકર્ષશે.

SBIનાં એમડી (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) શ્રી પી કે ગુપ્તાએ કહ્યું હતું કે, અમારી બેંકની એક મુખ્ય વ્યૂહરચના ગ્રાહકોને નાણાકીય ભંડોળ હસ્તાંતરિત કરવા માટે ડિજિટલ માધ્યમ અપનાવી સુવિધા અને પ્રોત્સાહન આપવાની છે. અમારી વ્યૂહરચના અને ભારત સરકારનાં ડિજિટલ અર્થતંત્ર ઊભું કરવાનાં વિઝન સાથે SBIએ યોનો, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગનાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના NEFT અને RTGS વ્યવહારો કરવા માટે આ પગલું લીધું છે.” ઉપરાંત બેંકે બ્રાન્ચ નેટવર્ક મારફતે નાણાકીય વ્યવહાર કરવા માટે NEFT અને RTGS ચાર્જમાં તમામ સ્લેબમાં 20 ટકાનો ઘટાડો પણ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.