Western Times News

Gujarati News

વિશાખાપટ્ટનમની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ ભારે જહેમત બાદ ૯૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ અંગે વિશાખાપટ્ટનમના સુરેશ બાબૂએ જણાવ્યું કે, “અહીંની જે એન સિટી ફાર્મા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ તથા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ ફાયર વિભાગના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણ જાણવાતપાસ હાથ ધરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે, ફાર્મા કંપનીમાં કેમિકલ્સ હોવાના કારણ આગ ઝડપથી ફેલાઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ઘણી દૂર સુધી ધૂમાડા જાેઈ શકાતા હતા. આ ઘટના સમયે ફેક્ટરીમાં ખૂબ જ ઓછા લોકો હતા. હાલ પોલીસે સ્થાનિક લોકોને ના ગભરાવાની સલાહ આપી રહી છે.

જણાવી દઈએ કે, વિશાખાપટ્ટનમમાં અગાઉ મે મહિનામાં એલ જી પાૅલિમરની એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના ઘટી હતી. જેમાં ૧૧ લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે ૧ હજારથી વધુ લોકોને અસર થઈ હતી.  આ ઘટનાના થોડા દિવસો બાદ પણ શહેરની નાની-મોટી અનેક કંપનીઓમાં દુર્ઘટનાના સમાચાર સામે આવતા રહ્યાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.