Western Times News

Gujarati News

પાનના ગલ્લા-ચાની કિટલીઓ પર દરોડા

આજે પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોન રડારમાંઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં કડક હાથે કામગીરીની શરૂઆત
સુરતમાં કોરોના સંક્રમણનું ખોફનાક ચિત્ર ઉપસી રહ્યુ છે. રોજના કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મૃત્યુઆંક કલ્પનાની બહારનો જાેવા મળ્યો છે. વહીવટી તંત્રએ મહત્ત્વના નિર્ણયો લીધા છે.

ઉચ્ચ અધિકારીઓ સુરતમાં ધામા નાંખીને બેઠા છે. સુરતની જેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાય નહીં તે માટે પોલીસ વિભાગ અને કોર્પોરેશન તંત્રએ કડક પગલાં લઈને સપાટો બોલાવાની શરૂઆત ગઈકાલથી શરૂ કરી દીધી છે. જાહેરમાં થુંકનારા, માસ્ક નહીં પહેરવનાર તથા પાનના ગલ્લાઓ પર ટોળાઓ એકઠા થયા હતા. ત્યાં પોલીસની ટીમોએ દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અનેક લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે. માસ્ક નહીં પહેરવા બદલ રૂા.પ૦૦નો દંડ લેેવામાં આવી રહ્યો છે.ે પહેલા આ દંડની રકમ રૂા.ર૦૦ હતી.

કોરોના સંક્રમણને અટકાવવા માટેે ગઈકાલ સાંજથી એએમસીએ પોલીસની મદદ લઈને પાનના ગલ્લાઓ તથા ચાની કીટલીઓ બંધ કરાવી દીધી હતી. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના ૯૦ર કેેસો નંધાતા ચિંતા ફેલાઈ હતી. જાે કે સુરતની સરખામણીએ અમદાવાદમાં કોરોના કાબુમાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે તેમ છતાં પાનના ગલ્લા-ચાની કિટલીઓ પર લોકોના ટોળા ઉમટી રહ્યા છે.

અને બિંદાસ્ત રીતે માસ્ક પહેર્યા વિના અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કર્યા વગર બેઠેેલા નજરે પડતા હતા. જેને કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓને જાેતા કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી.  મણીનગર, સેટેેલાઈટ, નરોડા સહિતના વિસ્તારોમાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ બંધ કરાવી હતી. તેના પગલે અમદાવાદમાં પાનના ગલ્લા બંધ થઈ જશે એવી અફવાઓ વાયુવેગેે પ્રસરી ગઈ હતી. જાે કે કોર્પોરેશન અને પોલીસ વિભાગ આજે પણ અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારશે. પશ્ચિમ-નવા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાને માથું ઉંચકેયુ છે.

અહીંયા કોરોનાના કેસો વધ્યા છે. માઈક્રોકન્ટેઇન્મેન્ટ ઝોનમાં દિવસે-દિવસેે ઉમેરો થઈ રહ્યો છે. તેથી આ તમામ વિસ્તારોમાં કોર્પોરેશન અને પોલીસ વિભાગ સપાટો બોલાવશે એવી શક્યતાઓ છે. કોર્પોરેશનની ટીમ સવારથી જ પોતાની કામગીરી કરવા માટે સજ્જ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.