Western Times News

Gujarati News

મંત્રી પદ છીનવાયું : સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહી : સચિન પાયલટ

જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલો રાજકીય ઘમાસાણ સતત વેગ પકડી રહ્યો છે. કાૅંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટની વિરુદ્‌ધ કાર્યવાહીને લઈ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ તરત જ પાયલટને મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા. કાર્યવાહી બાદ સચિન પાયલટે ટિ્‌વટ કર્યું, સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં.

કાર્યવાહી પહેલા સચિન પાયલટ અને તેમના સમર્થકોએ અશોક ગહલોતને મુખ્યમંત્રી માનવાથી ઇન્કાર કરી દીધો હતો. સૂત્રોના હવાલાથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પાયલટે કાૅંગ્રેસ નેતૃત્વની સામે પોતાને મુખ્યમંત્રી બનાવવાની શરત મૂકી હતી. ત્યારબાદ પાયલટ અને કાૅંગ્રેસ હાઇકમાનડના નેતાઓ વચ્ચે ચાલી રહેલી વાતચીત અટકી ગઈ હતી.નોંધનીય છે કે, રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણની વચ્ચે આજે સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી પદથી હટાવી દેવા ઉપરાંત પીસીસી ચીફના પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે.

પાયલટની સાથે તેમના સમર્થક બે અન્ય મંત્રીઓને પણ પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. કાૅંગ્રેસ ધારાસભ્ય દળની આજે મળેલી બેઠક બાદ કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને પણ મંત્રી પદથી હટાવી દેવાયા. સચિન પાયલટના સ્થાને હવે શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદસિંહ ડોટાસરાને રાજસ્થાન પ્રદેશ કાૅંગ્રેસ કમિટીના નવા અધ્યક્ષ નિમવામાં આવ્યા છે.

આ પહેલા જયપુરથી સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજભવન પહોંચીને ગવર્નર સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી મુજબ, સંભવિત રાજકીય સ્થિતિને જોતાં રાજભવનમાં કાૅંગ્રેસ ધારાસભ્યોની પરેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી અશોક ગહલોત ધારાસભ્યોના સમર્થન પત્રની સાથે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તેઓએ રાજ્યપાલની સમક્ષ સરકારની સ્થિતિ સંભવતઃ સ્પષ્ટ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.