Western Times News

Gujarati News

નતાશાએ બેબી બંપ સાથે તસવીર શેર કરીને હાર્દિક માટે લખી ‘દિલ’ની વાત

મુંબઈ: ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બનવાનો છે. હાર્દિકે થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ ખુશખબરી આપી હતી. તેની ફિયાન્સે નતાશા સ્ટેનકોવિચ પ્રેગ્નેટ છે અને પરિવાર નાના મહેમાનના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયો છે. આ વખતે નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બંપ સાથેની એક તસવીર શેર કરી છે અને અહીં પોતાના દિલની વાત લખીને હાર્દિકને ટેગ કર્યો છે.

શોર્ટ ડ્રેસ અને વ્હાઈટ શૂઝ પહેરેલી નતાશાએ મોર્િંનગ વોક દરમિયાન આ પોઝ આપ્યો છે. આ તસવીરને શેર કરતા તેણે લખ્યું છે, ‘ખુશીઓ રસ્તામાં છે હાર્દિક પંડ્યા.’ ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ આ વર્ષના ન્યૂયર પર નતાશા સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી.

જણાવી દઈએ કે પાછલા વર્ષે વર્લ્ડકપ બાદથી જ હાર્દિક પંડ્યાએ કોઈ વન-ડે મેચ રમી નથી. તેણે પોતાની અંતિમ ટી-૨૦ મેચ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં રમી હતી. આ બાદ તેણે પોતાની બેક સર્જરી માટે ઈંગ્લેન્ડ જવું પડ્યું, આ ઈજામાંથી બહાર આવતા તેને ઘણો સમય લાગી ગયો.

આ બાદ માર્ચમાં તે સાઉથ આફ્રિકાની ટીમ સામે કમબેક કરવાનો હતો, પરંતુ આ સીરિઝ કોવિડ-૧૯ના કારણે રદ થઈ ગઈ. આ બાદ દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવાયું અને પંડ્યા પણ પોતાના ઘરમાં કેદ થઈ ગયો. તેના ફેન્સ હવે ફરી એકવાર તેના કમબેકની રાહ જાેઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.