Western Times News

Gujarati News

મેં સુરત સિવિલમાં 70-80 લાશ જોઈ હતી,’ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની ધરપકડ

સુરત : શહેરમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સના એક ડ્રાઇવરની તેના પરિચિત સાથેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ મામલે ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે 108ના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપનાર વ્યક્તિ ખરેખર એક ખાનગી હૉસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. 108માં નોકરી દરમિયાન ગેરવર્તન બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

શહેરમાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ફૅક તેમજ વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે 108ની સેવા હંમેશા લોકોના જીવ બચાવતી હોય છે. પરંતુ લોકોના જીવ બચાવતી આ જ 108 સેવા પર ગંભીર આરોપ લગાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી. 8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લિપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે.

હૉસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેવું રમેશભાઈ જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ એવું પણ કહી રહ્યા છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે. હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે. આ કલીપ જીજે-5 મોટા વરાછા ગ્રુપમાં મૂકાયેલી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.