Western Times News

Gujarati News

મોડાસામાં ગ્રામ રક્ષક દળની ભરતી કેમ્પની પ્રક્રિયામાં યુવાનો ઉમટ્યા 

પ્રતિનિધિ દ્વારાભિલોડા: ગુજરાત સરકાર દ્વારા રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતમાં દરેક જિલ્લામાં ગ્રામ રક્ષક દળ ની ભરતી કેમ્પ યોજાઈ રહ્યા છે .જેમાં અરવલ્લી ના મોડાસા માં  ચાર દિવસીય જી.આર. ડી.ની ભરતી પ્રક્રિયામાં 500 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી  જેમાં પ્રથમ દિવસ થી ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર ની શારીરિક તેમજ મૌખિક પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવી રહી છે . મોડાસા તાલુકા માં 189 ઉમેદવારોની ભરતી  કેમ્પમાં  ઉમેદવારો હાજર રહ્યા હતા. અને ચાર દિવસ ચાલનારા ભરતી કેમ્પ માં GRD પી.આઇ.પી.જે.પટેલ દ્વારા શારીરિક તેમજ  મૌખિક પરીક્ષા લઇ ને પસંદગી કરવામાં આવી રહી છે.

ગ્રામરક્ષક દળ ના જવાનોનું  મુખ્ય કાર્ય ગામની પ્રાથમિક ધોરણે રક્ષા કરવી .જેમાં ગામની બનતી કુદરતી આફતો સામે લોકોને રક્ષણ આપવું. ગામ માં અનિચ્છિય ઘટનામાં  પોલીસને પ્રાથમિક ધોરણે તાત્કાલિક જાણ કરવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી નહિ ત્યાં સુધી પૂરતો બંદોબસ્ત  કરવો અને ચાંપતી નજર રાખવી..સાથે ગામની અને દેશની નુકશાન થતું અટકાવવું  ..ભરતી પ્રક્રિયા માં કોરોના  વાઇરસ ને લઈને  ઉમેદવારોને  સોશ્યલ ડિસ્ટન્સ.માસ્ક.તેમજ સેને ટાઇઝર નો સરકારની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.