Western Times News

Gujarati News

હિમાલયાએ ડાયાબીટીસ માટે સંશોધિત પોષકીય પૂરક ક્વિસ્ટા DN રજૂ કર્યું

ભારતની અગ્રણી ઘરઆંગણે વૃદ્ધિ પામેલી વેલનેસ  બ્રાન્ડ ધ હિમાલયા ડ્રગ કંપની દ્વારા ક્વિસ્ટા ડીએન રજૂ કરવામાં આવ્યું  છે, જે પોષકીય પૂરક ડાયાબીટીસ અને ડાયાબીટીસ પૂર્વ દરદીઓના આહારની માવજતમાં અસરકારક રીતે મદદ કરે તેમ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

ડાયાબીટીસ આપણો દેશ આજે સામનો કરી રહ્યો છે તેમાંથી એક મોટી જીવનશૈલીની બીમારી છે. આ બાબતમાં સારા પ્રમાણમાં જાગૃતિ છે છતાં ઘણા બધા લોકો હજુ પણ તેમની જીવનશૈલી અને આહારની અયોગ્ય માવજત વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે. અમે ગ્રાહકોને ડાયાબીટિક આહારથી સમૃદ્ધ પ્રમાણિત રચના સાથે મહત્તમ નિવારણનું સંશોધન કરી રહ્યા હતા અને ક્વિસ્ટાડીએન તેમના આહારમાં ઉમેરવા માટે લાભકારી પોષકીય પીણું છે, એમ ધ હિમાલયા ડ્રગ કંપનીના ફાર્માસ્યુટિકલ ડિવિઝનના બિઝનેસ ડાયરેક્ટર શ્રી અનિલ જિયાનદાનીએ જણાવ્યું હતું.

આ પોષકીય ફોર્મ્યુલા આયુર્વેદની સારપ અને શરીરમાં બ્લડ ગ્લુકોઝની ઉપયોગિતા એકત્રિત રીતે સુધારે તે ચોક્કસ સૂક્ષ્મપોષકો, જેમ કે, ક્રોમિયમ અને ઝિંકનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે. આ સંયોજન ક્વિસ્ટાડીએન ને ભોજન વચ્ચે લેવા માટે આદર્શ બનાવે છે. તે ભૂખ સંતોષે છે અને બિન- આરોગ્યવર્ધક નાસ્તા કરવાનું ટાળવામાં મદદ કરે છે. હિમાલયામાં અમારો હેતુ અમારા ગ્રાહકોને ઉત્તમ આોગ્ય માટે ઉત્તમ સંશોધિત નિવારણો આપવાનો છે અને દરેક લોન્ચ સાથે અમે દરેક ઘરમાં વેલનેસ અને દરેક હૃદયમાં હેપ્પીનેસના અમારા ધ્યેયની નજીક પહોંચી રહ્યા છીએ. ક્વિસ્ટા  ડીએન અમારી  ક્વિસ્ટા રેન્જનો વિસ્તાર છે અને ખાસ કરીને ડાયાબીટીસ સાથેના દરદીઓ માટે અજોડ રચના છે, એમ ધ હિમાલયા ડ્રગ કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી ફિલિપ હેડને જણાવ્યું હતું.

ક્વિસ્ટાડીએન સફરજન અને બનાબા (જરૂલા)ના અર્ક જેવી બોટેનિકલ સામગ્રીઓથી સમૃદ્ધ હોઈ આંતરડાંમાં ગ્લુકોઝની શોષકતા ઓછી કરવામાં અને ઈન્સુલિન પ્રતિરોધકતા ઓછી કરવામાં મદદરૂપ થવા જ્ઞાત છે, જે સાથે સ્નાયુના કોષો દ્વારા ગ્લુકોઝનું સેવન પ્રોત્સાહિત કરે છે. આઈઝોમાલ્ટુલોઝ, ફ્રક્ટોઝ અને લેક્ટોઝના સંયોજનમાં સસ્ટેન્ડ એનર્જી રિલીઝ કાર્બોહાઈડ્રેટ્સ સાથે ફોર્મ્યુલા લો ગ્લાયસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) પ્રોડક્ટ છે. તે શાકાહારી પ્રોડક્ટ છે, જેમાં ધીમું અને મધ્યમ પાચક પ્રોટીન, દ્રાવ્ય અને અદ્રાવ્ય રેસાનો સમાવેશ થાય છે, જે ગ્લાયસેમિક પ્રતિસાદને મહત્તમ બનાવવામાં પણ મદદ કરે છે.

QuistaDN બધા અગ્રગણ્ય કેમિસ્ટ આઉટલેટ્સ અને ઓનલાઈન સ્ટોર્સમાં મળી શકશે. ભારતભરમાં ગ્રાહકો માટે તે 400 ગ્રામનું પેક રૂ.550માં મળી શકશે. તે બે સ્વાદિષ્ટ ફ્લેવર વેનિલા અને મિલ્સ મસાલામાં મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.