Western Times News

Gujarati News

હવે પ્લેગની મહાભયાનક બીમારી ચીનથી અમેરિકા પહોંચી

નવી દિલ્હી, કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક બીજા ખરાબ સમાચાર એ છે કે, ચીનમાંથી વધુ એક ભયાનક બીમારી અમેરિકા સુધી પહોંચી ચુકી છે. અમેરિકા કોરોના માટે ચીનને  જવાબદાર ઠેરવી રહ્યુ છે ત્યારે દસ દિવસ પહેલા ચીનના મોંગોલિયામાં  દેખા દેનાર બ્યૂબોનિક પ્લેગ હવે અમેરિકામાં પહોંચી ગયો છે.

અમેરિકાના કોલોરોડો રાજ્યોમાં એક ખિસકોલીને બ્યુબોનિક પ્લેગનો ચેપ લાગ્યો હોવાનુ બહાર આવ્યા બાદ હવે તંત્રે લોકોને એલર્ટ કરી દીધા છે.સાથે સાથે ઉંદરો, ખિસકોલીઓ અને નોળિયાઓથી દુર રહેવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ પ્લેગ ઉંદરોમાં જોવા મળતા  યર્સિનિયા પેસ્ટિસ નામના બેક્ટેરિયાથી ફેલાય છે.જે શરીરના ફેફસા, લોહી પર હુમલો કરે છે.તેનાથી શરીરને અસહ્ય દુખાવો થાય છે અને તાવ આવે છે.

પ્લેગથી ઉંદરો મરવા માંડે તો તેના ત્રણેક સપ્તાહ બાદ પ્લેગ માણસોમાં પણ ફેલાતો હોવાનુ કહેવાતુ હોય છે.ભૂતકાળમાં માનવ જાત પર આ પ્લેગ ત્રણ વખત હુમલા કરી ચુક્યો છે.પહેલી વખત છઠ્ઠીથી આઠમી સદીમાં તેના સંક્રમણથી પાંચ કરોડ લોકો મરી ગયા હતા.

બીજી વખત 1347માં યુરોપની એક તૃતિયાંશ વસતી આ પ્લેગના કારણે મોતને ભેટી હતી અ્ને ત્રીજી વખત 1894માં 80000 લોકોના પ્લેગના કારણે મોત થયા હતા.આ વખતે હોંગકોંગની આસપાસ તેની વધારે અસર થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.