Western Times News

Gujarati News

વનબંધુઓને ૨૯૯ હેકટર જમીનના ૧૧૪૭ આદેશપત્રો અને ૮૦૦૦ અધિકારપત્રોનું (સનદ) ડિજીટલી વિતરણ ગાંધીનગરથી કરાયું

વનબંધુઓના કારણે જ રાજ્યીમાં વનો, વનસંપદા અને વન્યગ પ્રાણી સૃષ્ટિટ સુરક્ષિત રહ્યાં છે -મુખ્યામંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

માહિતી બ્યૂારો, વલસાડઃ તા. ૧૮ઃ મુખ્યકમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉમરગામના વનબંધુઓને ૨૯૯ હેકટર વન જમીનની માલિકીના ૧૧૪૭ આદેશપત્રો અને ૮૦૦ અધિકારપત્રો(સનદ)નું ડિજીટલી વિતરણ ગાંધીનગરથી કર્યુ હતું. જે અંગેનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા મથકે કોમ્યુાનિટી હોલ ખાતે યોજાયો હતો.

મુખ્યોમંત્રીશ્રીએ વનબંધુઓના કારણે જ રાજ્યનમાં વનો, વનસંપદા અને વન્યા પ્રાણી સૃષ્ટિા સુરક્ષિત રહ્યા છે તેમ આ સનદી વિતરણ કરતાં સ્પનષ્ટાપણે જણાવ્યુંમ હતું

સદીઓથી જંગલ જમીન ખેડતા અને વનોનું જતન સંવર્ધન કરતા વનબંધુઓને જમીન હક્ક આપી જમીન માલિક બનાવવાના રાજ્યી સરકારના અભિગમ રૂપે આ સનદ વિતરણ કોરોના સંક્રમણને કારણે ડિજીટલી તથા સોશિયલ ડિસ્ટયન્સિંિગ સાથે યોજવામાં આવ્યોી હતો.

અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય્ સરકારે અત્યાાર સુધીમાં ૯૧૪૦૦ વ્યગકિતગત અને ૪૫૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે, આ દાવાઓમાં ૧,૪૯,૫૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે, સામૂહિક દાવાઓ અન્વ યે ૧૧ લાખ ૬૦ હજાર થી વધુ એકર જમીન મંજુર કરવામાં આવી છે.

મુખ્યિમંત્રી વિજયભાઇ રૂપાણીએ વીડિયો કોન્ફવરન્સ૯થી સૌ વનબંધુ લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યુંન કે રાજ્ય્ સરકારે પેસા એકટનો સુચારૂ અમલ કરીને વનવાસીઓને ગૌણ વન પેદાશો અને ગૌણ ખનિજના વેચાણ હક્કો-માલિકી હક્કો આપીને સ્થા નિક વિકાસ માટેના નવા દ્વાર ખોલ્યાદ છે.

મુખ્યએમંત્રીશ્રીએ વનવાસી ક્ષેત્રોમાં શાળા, કોલેજ, રસ્તા , પાણી, વીજળીના પાયારૂપ વિકાસ કામો માટે ૧ લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાશણ યોજનામાં ફાળવવામાં આવેલા છે તેમ પણ જણાવ્યુંણ હતું.  આ અવસરે મુખ્ય મંત્રીશ્રીએ વનબંધુઓ માટે પાયાનું કામ કરનાર કલેકટર અને વહીવટીતંત્રને અભિનંદન આપ્યાપ હતા.

આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુંર હતું કે, આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે રાજ્યર સરકારે ૯૦ હજાર કરોડનું વનબંધુ યોજનાનું પેકેજ જાહેર કરીને માળખાકીય સુવિધા આપવામાં આવી રહી છે. ૩૫૦ કરોડના ખર્ચે બિરસામુંડા યુનિવર્સિટી સ્થાડપી આદિવાસી બાળકો શિક્ષણ પુરૂ પાડવામાં આવશે. વન અધિકાર ધારા હેઠળ જમીન આપવાથી લાભાર્થીઓ આર્થિક રીતે પગભર બનશે.

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા કપરાડાથી આ વિડીયો-ડિઝીટલ સનદ અધિકારપત્ર વિતરણ કાર્યક્રમ
માં જોડાયા હતા અને સ્થરળ પર પ્રતિકરૂપે તેમણે સનદ અધિકારપત્રોનું વિતરણ કર્યુ હતું.  આ અવસરે આદિજાતિ વિભાગના સચિવશ્રી અનુપમ આનંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મણિલાલ પટેલ, સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્ય, સર્વશ્રી કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, કલેકટર શ્રી આર.આર.રાવલ, પ્રાંત અધિકારીશ્રી વી.સી.બાગુલ, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.કે.વસાવા સહિત અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.