Western Times News

Gujarati News

માત્ર ૧૦ ધોરણ ભણેલો ઈન્જેક્શન કૌભાંડનો માસ્ટર માઇન્ડ

Files Photo

સોહેલે બનાવટી જેનીક ફાર્માની વેબ સાઈટ પણ બનાવી હતી જેના પર કેટલીક દવાનું માર્કેટિંગ કરીને વેચતો હતો
અમદાવાદ, કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈંજેક્શનના બનાવટી ઈંજેક્શન કૌભાંડનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદથી શરૂ થયેલ આ તપાસના તાર સુરત સુધી પહોંચ્યા છે. સુરતના સોહેલ ઈસ્માઇલની આ સમગ્ર મામલામાં મુખ્ય ભૂમિકા હોવાનુ સામે આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરનું કહેવું છે કે, સોહેલે ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરેલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જ્યારે તેના ઘરે તપાસ કરી ત્યારે ફિલિંગ મશીન, સિલીંગ મશીન, કોડીગ મશીન, બનાવટમાં કાચ દ્રવ્યો અને પેકિંગનો સમાન સહિત કુલ ૮ લાખની કીમતનો સમાન મળી આવ્યો છે. સોહેલે એક બનાવટી જેનીક ફાર્માની વેબ સાઈટ પણ બનાવી હતી. જેના પર તેણે કેટલીક દવાઓનું માર્કેટિંગ કરીને વેચાણ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાલ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કેટલાક દિવસ અગાઉ જ આ પ્રકારના ઈન્જેક્શન બનાવ્યા હતા અને વેચ્યા હતા. જાેકે, અત્યાર સુધીમાં તેણે માત્ર ચાર જ ઈંજેક્શન વેચ્યા હોવાનુ જાણવા મળ્યું છે.

પરંતુ તપાસ દરમિયાન પણ કેટલીક હકીકતો બહાર આવી શકે છે. સોહેલે અમદાવાદમાં પાલડીમાં હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશને રૂપિયા ૫ હજારમાં આ ઈન્જેક્શન આપ્યું હતું. કોઈપણ ઈન્જેક્શન બનાવવા માટે અનેક સાવધાનીઓ રાખવી જરૂરી છે. એટલે સોહેલે અગાઉ કોઈ ફાર્મા કંપની સાથે પણ કામ કર્યું હોય તેવી આશંકા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને લાગે છે. સોહેલે આ પહેલા ક્યાં ક્યાં કામ કર્યું છે ? સુત્રોથી મળેલી જાણકારી મુજબ સોહેલ માત્ર ધોરણ ૧૦ સુધી ભણેલો છે અને ત્યારબાદ તેણે આઈટીઆઈમાં કોર્ષ કરે છે. કોર્ષ પુર્ણ કરવાની સાથે તેણે મોબાઈલની દુકાનમાં કામ શરૂ કર્યું હતું.

પણ પહેલેથી જ તેને બોડી બનાવાનો શોખ હોવાને કારણે તેનું નોલેજ તે ફિલ્ડમાં સારું હતું. જેથી તેની ઓળખ ડિવાઇન ન્યુટ્રીશનના માલિક સાથે થઈ હતી અને તે તેમની સાથે જાેડાઇ ગયો હતો. કોરોના કાળ દરમ્યાન માનવીય જિંદગી સાથે ચેડાં કરનારો નરાધમ સોહેલ તાઈ ડિવાઈન ન્યુટ્રીશન કંપની સાથે સંકળાયેલો હતો. તેણે ૨ વર્ષ સુધી આ કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કર્યું હતું. ન્યુટ્રીશન પાવડરમાં ભેળસેળ સંબંધી કોઈ બાબતે કંપનીએ તેને કાઢી મુક્યો હતો.નોકરી દરમ્યાન રાજ્યની વિવિધ ફાર્મા કંપનીઓ , ડિસ્ટ્રીબ્યુટરો, ન્યુટ્રિશનો સાથે તેને પરિચય થયો હતો.

જે સંબંધોનો લાભ લઈને તેણે મોંઘા દરના આ ડુપ્લિકેટ ટોસીલીઝુમેબ ઈન્જેક્શનો માત્ર પાંચ હજારમાં વહેંેચવાનું શરૂ કર્યું હતું. હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. ત્યારબાદ પોલીસ તપાસમાં વધુ હકીકત સામે આવી શકે છે કે, સોહેલે અમદાવાદ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ કોને આ ઈન્જેક્શન સપ્લાઈ કર્યા છે. તે આ ઈન્જેક્શન કેવી રીતે બનાવતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.