Western Times News

Gujarati News

આસામના ૪૦૦૦થી વધુ ગામોમાં પુરના પાણી ભરાયા

નવીદિલ્હી, ચાના બાગીચાઓ માટે જાણીતું આસામ આ વર્ષે પણ પાણીમાં ડૂબી રહ્યું છે. અહીં ૩૩માંથી ૩૦ જિલ્લાઓ પુરના પાણીમાં ડૂબી ગયા છે. ગૃહ મંત્રાલય પાસે ૧૫ જુલાઈ સુધીના ડેટા ઉપલબ્ધ છે. તે મુજબ અહીં ૨૨ મેથી લઈને ૧૫ જુલાઈ સુધી ૪ હજાર ૭૬૬ ગામ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.૪૮.૦૭ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ૧.૨૮ લાખથી વધુ લોકો પોતાનું ઘર છોડીને રિલીફ કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યારે ૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આસામને દર વર્ષે પુરનો સામનો કરવો જ પડે છે. આંકડો મુજબ પહેલા પુર ૪-૫ વર્ષમાં એકાદ વખત આવતું હતું. જોકે છેલ્લા થોડા વર્ષોથી પુર દર વર્ષે આવવા લાગ્યું છે.આસામ દેશનું એવું રાજ્ય છે, જે નદીના ઘાટ પર જ છે. તેનો કુલ એરિયા ૭૮ હજાર ૪૩૮ વર્ગ કિમી છે. તેમાંથી ૫૬ હજાર ૧૯૪ વર્ગ કિમી બ્રહ્મપુત્ર નદીની ઘાટીમાં છે. બાકીનો વિસ્તાર ૨૨ હજાર ૨૪૪ વર્ગ કિમી બરાક નદીની ઘાટીમાં છે.એટલું જ નહિ રાષ્ટ્રીય પુર પંચના જણાવ્યા મુજબ આસામનો કુલ ૩૧ હજાર ૫૦૦ વર્ગ કિમીનો હિસ્સો પુરથી પ્રભાવિત છે. એટલે કે આસામનો જેટલો એરિયા છે, તેનો લગભગ ૪૦ ટકા હિસ્સો પુરથી પ્રભાવિત છે. જ્યારે સમગ્ર દેશમાં ૧૦.૨ ટકા હિસ્સો પુરથી પ્રભાવિત છે.

આસામમાં બ્રહ્મપુત્ર અને બરાક બે પ્રમુખ નદીયો છે. આ બે સિવાય તેમની ૪૮ સહાયક નદીઓ અને ઘણી નાની-નાની નદીઓ છે. આ કારણે અહીં પુરનો ખતરો વધુ છે.બહ્મપુત્ર નદીનો કવર એરિયા પણ સતત વધી રહ્યો છે. આસામ સરકારે ૧૯૧૨થી ૧૯૨૮ની વચ્ચે સર્વે કર્યો હતો, ત્યારે બ્રહ્મપુત્ર નદી રાજ્યના ૩ હજાર ૮૭૦ વર્ગ કિમી એરિયાને કવર કરી રહી હતી. વર્ષ ૨૦૦૬માં જ્યારે સર્વે થયો તો બ્રહ્મપુત્ર નદીનો કવર એરિયા વધીને ૬ હજાર ૮૦ વર્ગ કિમી થઈ ગયો.

આસામ સરકારના પર્યાવરણ મંત્રાલયો સપ્ટેમ્બર ૨૦૧૫માં એક રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ૧૯૫૪થી ૨૦૧૫ની વચ્ચે પુરના કારણે આસામમાં ૩ હજાર ૮૦૦ વર્ગ કિમી ખેતીની જમીનનો નાશ થય છે. એટલે કે ૬૧ વર્ષમાં પુરના કારણે જેટલી ખેતીની જમીન બરબાદ થઈ છે, તે ગોવાના વિસ્તારથી પણ વધુ છે. ગોવાનો એરિયા ૩ હજાર ૭૦૨ વર્ગ કિમી છે.

ખેતીની જમીનને નુકસાન થવાને કારણે અહીંના લોકોની રોજીરોટી પર પણ અસર પડે છે. સરકારના આંકડાઓ જણાવે છે રાજ્યની ૭૫
ટકાથી વધુ વસ્તી ખેતી અથવા તો પછી ખેત મજૂરી પર જ નિર્ભર છે.અહીં પુરના કારણે લોકોને ખેતી સિવાય પોતાનું ઘર પણ છોડવાનો વારો આવ્યો છે. સંખ્યાબંધ ગામોમાં વિનાશ થયો છે. ૨૦૧૦થી ૨૦૧૫ની વચ્ચે ૮૮૦ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. આ ૫ વર્ષ દરમિયાન ૩૬ હજાર ૯૮૧ પરિવારોના ઘરનો પણ નાશ થયો હતો.

આસામ સરકારના ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વે મુજબ ૧૯૫૪,૧૯૬૨, ૧૯૭૨, ૧૯૭૭, ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૪માં રાજ્યએ
ભયંકર પુરનો સામનો કર્યો છે. જોકે ત્યાર પછી પણ દર વર્ષે લગભગ ત્રણથી ચાર વખત આસામમાં પુર આવે છે.આંકડા મુજબ દર વર્ષે પુરના કારણે આસામને ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. ૧૯૯૮ના પુરમાં રાજ્યને ૫૦૦ કરોડ અને ૨૦૦૪માં ૭૭૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.