Western Times News

Latest News from Gujarat

જ્યારે ડેલનાઝ ઈરાનીના પતિ બન્યા હતા ‘જેઠાલાલ’

મુંબઈ: સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કાૅમેડી શાૅ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ જ કારણથી શાૅની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શાૅના રિપીટ એપિસોડ્‌સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જાેતા હોય છે. ૨૨ જૂલાઈથી તારક મહેતાના નવા એપિસોડ તમે જાેઈ શકો છો.

વાત કરીએ દિલીપ જાેશીની તો, એમણે પોતાની લાઈફમાં ઘણું સ્ટ્રગલ કર્યું છે. ફિલ્મોમા નાના રોલથી લઈને ટીવી શાૅઝમાં સાઈડ રોલ સુધીના દરેક પ્રકારના રોલ ભજવ્યા છે. પરંતુ એમને સાચી ઓળખ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ‘જેઠાલાલ’ નામથી મળી. આજે જ્યારે પણ દિલીપ જાેશીનું નામ લેવામાં આવે છે ત્યારે જેઠાલાલનું કેરેક્ટર જ સૌથી પહેલા ધ્યાનમાં આવે છે.

તમને જણાવી દઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શાૅ પહેલા દિલીપ જાેશી ‘હમ સબ બારાતી નામની સીરિયલમાં નજર આવ્યા હતા. આ શાૅમાં તેઓ ડેલનાઝ ઈરાનીના પતિના રોલમાં નજર આવ્યા હતા. ડેલનાઝ ઈરાનીએ દિલીપ જાેશી સાથેની એક તસવીર શૅર કરી છે અને જૂના દિવસોને યાદ કર્યા છે.

ફોટો શેર કરતી વખતે ડેલનાઝે લખ્યું – જ્યારે જેઠાલાલ મારા પતિ હતા શાૅ હમ સબ બારાતીમાં. ૨૦૦૩-૦૪માં ગુજરાતી વહુનો રોલ ભજવ્યો એ ઘણી ક્યૂટ મેમરીઝ છે. દરેક સાથે કામ કરવામાં મજા આવતી. તે દિવસોને સૌથી વધારે યાદ કરી રહી છું. બધાને ખબર જ હશે આ શાૅ ૨૦૦૪માં ઑન-એર થયો હતો. આ શાૅમાં રિટા બાધુરી, રાજૂ ખેર, ટીકૂ તલસાનિયા જેવા સ્ટાર્સ પણ હતા. હાલ શાૅના ૧૬ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.

ડેલનાઝ ઈરાની હાલ થિયેટરમાં કામ કરી રહી છે. તે છેલ્લે ૨૦૧૮માં આવેલો શાૅ એક દીવાના થામાં નજર આવી હતી. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું કે તે પ્લસ સાઈઝ નાગિનની ભૂમિકા ભજવવા ઈચ્છે છે. આ સિવાય ડેલનાઝ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. પ્રથમલગ્ન તૂટી પડ્યા બાદ ડેલનાઝ ઇરાની ડીજે પર્સી કરકરિયાને ડેટ કરી રહી છે. બન્ને ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. હવે એવું પણ સાંભળવા મળ્યું છે કે ડેલનાઝ તેના બોયફ્રેન્ડ પર્સી સાથે શિફ્ટ થઈ ગઈ છે. બન્નેએ સાથે રહેવાનું શરૂ કર્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers