Western Times News

Gujarati News

હું ફાસ્ટ બોલર્સને લઈને ચિંતિત છુંઃ ઈરફાન પઠાણ

વડોદરા: પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણનું માનવુ છે કે કોરોના વાઇરસના કારણે બ્રેક બાદ ફાસ્ટ બોલરો પરત ફરશે ત્યારે તેમને બોલિંગ માટે પોતાની લય મેળવવા ઓછામાં ઓછા ચાર થી છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. કોરોના વાઈરસને કારણે દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનને લીધે દેશમાં મોટાભાગના ક્રિકેટરો પ્રેક્ટિસ કરી શક્યા નથી.

ભારત હાલ કોરોના વાઇરસથી પ્રભાવિત દેશોમાં ત્રીજા નંબરે છે. જ્યા સતત કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. કોરોનાને કારણે જ આઇપીએલ ૨૦૨૦ને હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. જાેકે મ્ઝ્રઝ્રૈં ભારતમાં ક્રિકેટને ફરી શરૂ કરવા માગે છે, પરંતુ કોરોનાના કારણે અત્યારે ક્રિકેટ ફરી શરૂ કરવી મુશ્કેલ છે.ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે મહારાષ્ટ્રના બોઇસરમાં મે મહિનામાં ટ્રેનિંગ શરૂ કરી હતી,

જ્યારે ઋષભ પંત અને સુરેશ રૈનાએ તાજેતરમાં ગાજિયાબાદમાં ટ્રેનિંગ શરૂ કરી છે. ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માએ પણ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ભારત તરફથી ૨૯ ટેસ્ટ અને ૧૨૦ વન-ડે મેચ રમનારા ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે હું ફાસ્ટ બોલરોને લઇને ચિંતિત છું, તેઓને ફરીથી લય મેળવવા માટે ચારથી છ અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.

પઠાણે વધુમાં કહ્યું કે તમે ૧૪૦ થી ૧૫૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરો છો, તેમજ એક બોલ ફેંકવા માટે તમે ૨૫ કદમ દોડો છો અને તમે થોડીક ઓવર ફેંકો છો, તો તે બ્રેક બાદ મુશ્કેલ છે. ઈરફાન પઠાણે કહ્યું કે વધારે બ્રેક મળવાને કારણે આપણું શરીર કડક થઈ જાય છે, ઈજાઓનું સંચાલન પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે મને લાગે છે કે કોઇપણ ફાસ્ટ બોલરને લયમાં આવવા માટે ચાર કે છ અઠવાડિયાનો સમય લાગી શકે છે. જેથી ફાસ્ટ બોલરોએ સ્પિનરો તેમજ બેસ્ટમેનની તુલનામાં થોડું વધારે સતર્ક રહેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.