Western Times News

Gujarati News

ચાંદખેડામાં બંધ ઓફિસમાં ભીષણ આગ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક જ એક બંધ ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર કોમ્પલેક્ષમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સદ્‌નસીબે ઓફિસ ખોલવાની હજી વાર હોવાથી એક પણ કર્મચારી અંદર હાજર નહી હોવાથી જાનહાની ટળી ગઈ છે.

આગનો કોલ મળતા જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર વિભાગ દ્વારા ૧૧ જેટલા ફાયર ફાઈટરો રવાના કરાયા હતા અને અમદાવાદ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં કોમ્પલેક્ષની ફાયર સીસ્ટમ ચાલુ હાલતમાં હોવાથી સૌ પ્રથમ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના પરિણામે આગ વધુ પ્રસરતા અટકી હતી.

ફાયરબ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધા બાદ તપાસ કરતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં આગની ઘટનાઓના પગલે ફાયરબ્રિગેડ તંત્ર સતત હાઈએલર્ટ પર હોય છે આ દરમિયાનમાં આજે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ ચાંદખેડા વિસ્તારમાં આવેલા વિસત સર્કલ ફોર ડી કોમ્પલેક્ષની સામેના ભાગે આવેલા કોમ્પલેક્ષમાં પેન્ટાલુનના શો રૂમની ઉપરના ભાગે એક બંધ ઓફિસમાંથી અચાનક જ ધુમાડા નીકળવા લાગ્યા હતા.

જેના પરિણામે આજ ફલોર પર ખુલી ગયેલી અન્ય ઓફિસના કર્મચારીઓએ અને અધિકારીઓએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી આ કોમ્પલેક્ષમાં ઉપરના માળે મોટાભાગે ઓફિસો આવેલી હોવાથી અનેક કર્મચારીઓ કામ કરી રહયા છે જેના પગલે ફાયરબ્રિગેડને કોલ મળતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને તાત્કાલિક જુદા જુદા ફાયર સ્ટેશનોમાંથી ૧૧ જેટલા ફાયર ફાઈટરોને સ્થળ પર રવાના કરી દીધા હતાં.

ઓફિસમાં આગ લાગવાની માહિતી મળતા જ સતર્ક બનેલા ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર રવાના થઈ ગયા હતા બીજીબાજુ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને સૌ પ્રથમ કોમ્પલેક્ષમાં રહેલી ફાયર સીસ્ટમનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ ફાયર ફાઈટરમાંથી પાણીનો મારો શરૂ કર્યો હતો આગે ગણતરીની મિનીટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હાલતમાં જાેતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો. ઓફિસ ૧૦ વાગ્યે ખુલવાની હોવાથી અંદર કોઈ કર્મચારી નહી હોવાનું જાણવા મળ્યું હતું. આગના કારણે સમગ્ર ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી.

પાણીના મારા વચ્ચે આગને કાબુમાં લીધા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહયું છે આગની આ ઘટનાથી આ ફલોર પર આવેલી અન્ય ઓફિસોમાંથી પણ કર્મચારીઓને બહાર ખસેડી લેવામાં આવ્યા હતાં જાેકે ફાયરબ્રિગેડના અધિકારીઓ પુરતી સાધન સામગ્રી સાથે ફસાયેલા લોકોને બહાર કાઢવાની તૈયારી સાથે પહોંચ્યા હતાં.
શહેરના વિસંત સર્કલ પાસે આજે સવારે લાગેલી આગની ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે

કોમ્પલેક્ષમાં ફિટ કરવામાં આવેલી ફાયર સેફટીની સુવિધા ચાલુ હાલતમાં હોવાથી ફાયરબ્રિગેડને ખૂબજ સરળતા રહી હતી જેના પગલે હવે અન્ય કોમ્પલેક્ષોમાં પણ ફાયર સેફટીની સુવિધાઓનું ઈન્સપેકશન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ કોમ્પલેક્ષમાં સંખ્યાબંધ ઓફિસો આવેલી છે. પરંતુ અગમચેતીના ભાગરૂપે તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.