Western Times News

Gujarati News

બે વૈજ્ઞાનિકોનો દાવો! કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાથી સારવાર, પાંચ દિવસમાં કોરોના થશે ખતમ

નવી દિલ્હી, કોરોના વાયરસની વેક્સીન (corona vaccine) અને દવા (Medicine) માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. તમામ દેશોના વૈજ્ઞાનિક દવા અને વેક્સીન ઉપર કામ કરી રહ્યા છે. જેના કારણે સતત નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. હવે બે વૈજ્ઞાનિકોએ સ્ટડીમાં (Study by scientists) દાવો કર્યો છે કે કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવાથી કોરોના દર્દીઓની સારવાર થઈ શકે છે. યરુશલમની હિબ્રૂ યુનિવર્સિટીના પ્રોફેસર યાકોવ નહમિયાસ અને ન્યૂયોર્ક ઈકાહન સ્કૂલ ઓફ મેડિસિનના ડો. બેન્જામિન ટેનઓવર છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાની દવા અંગે સ્ટડી કરી રહ્યા હતા. લેબમાં કરવામાં આવેલી સ્ટડી દરમિયાન કોલેસ્ટ્રોલ ઘટાડનારી દવા Fenofibrate (Tricor)થી ગણા સકારાત્મક પરિણામો મળ્યા છે.

પ્રોફેસર નહમિયાસ અને ડો. ટેનઓવરની સ્ટડી દરમિયાન પોતાનું ધ્યાન એ વસ્તુ ઉપર કેન્દ્રિત હતું કે, કેવી રીતે કોરોના વાયરસ દર્દીના ફેફસાંને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકો જાણવા મળ્યું કે વાયરસ કાર્બોહાઈડ્રેડના રુટીન બર્નિંગને રોકી દે છે. જેના કારણે વધારે ફેટ ફેફસાંના સેલમાં જમા થઈ જાય છે.  બંને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સ્ટડીમાં એ સમજવામાં મદદ મળી શકે છે કે શું હાઈ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલવાળા કોરોના દર્દીઓ હાઈ રિસ્ક કેટેગરીમાં જતા રહે છે. સ્ટડી પ્રમાણે Fenofibrate દવાના ઉપયોગથી ફેફસાના સેલ્સમાં વધારાનો ફેટ બર્ન થાય છે. જેના કારણે કોરોના વાયરસ નબળો પડી જાય છે. અને પોતાને રિપ્રોડ્યૂસ નથી કરી શકતો. લેબ સ્ટડી દરમિયાન માત્ર પાંચ દિવસની સારવાર બાદ વાયરસ ખતમ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.