Western Times News

Gujarati News

મેઘરાજાની અમદાવાદ પર મહેર ક્યારે ??

Files Photo

ગયા વર્ષની સરખામણીમાં અમદાવાદ જીલ્લામાં વરસાદ સારો થયો છે: મનોરમા મોહંતીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સીઝનનો અડધો વરસાદ લગભગ વરસી ગયો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થતા નથી આકાશમાં વાદળો ગોરંભાય છે. વીજળીના કડાકા-ભડાકા સંભળાય છે. પરંતુ વરસાદ મન મૂકીનો વરસતો નથી ગરમી- બફારાથી લોકો કંટાળી ગયા છે. હવે તો જુલાઈ પણ જવા તરફ આગળ વધી રહયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઇ-ઓગષ્ટ મહિનામાં ધોધમાર વરસાદ પડતો હોય છે.
પરંતુ આ વખતે સીઝનનો જાેઈએ તેટલો વરસાદ પડયો નથી સૌરાષ્ટ્ર-કચ્છની અંદર પ૦ ટકા કરતા વધારે વરસાદ ખાબકયો છે નદી-નાળા છલકાયા છે નાના-મોટા ડેમોમાં નવા નીરની આવક થઈ છે પરંતુ રાજયના અન્ય ભાગોમાં મેઘ મહેર થઈ નથી. આ અંગે વિશેષ વિગતો માટે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં એકંદરે ગયા વર્ષ કરતા વરસાદ સારો એવો થયો છે.

સૌરાષ્ટ્ર- કચ્છમાં સારો વરસાદ થયો છે. પરંતુ રાજયના અન્ય વિસ્તારોમાં વરસાદ પડયો નથી હાલમાં તો સમુદ્રમાં કોઈ એવી સીસટમ સર્જાઈ નથી સામાન્ય રીતે બંગાળના અખાત તરફથી વરસાદી સીસ્ટમ આવતી હોય છે. પણ નૈઋત્વના ચોમાસાને જામતા થોડો સમય લાગી શકે છે. હજુ ઓગષ્ટ મહિનો છે તે પછી પણ વરસાદ આવતો હોય છે.

ગુજરાતમાં હજુ સારા વરસાદની પૂરેપૂરી શકયતાઓ છે. અમદાવાદ જીલ્લામાં સીઝનનો વરસાદ ગયા વર્ષની સરખામણીમાં થયો છે તે સારો છે જાેકે અમદાવાદ શહેરમાં વરસાદ બાબતે તેમણે કોઈ ફોડ પાડયો ન હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. એકાદ-બે ઈંચ વરસાદ તો માંડ પડે છે. તેમાં તો રોડ પણ પલળતા નથી. અગાઉના વર્ષોમાં અમદાવાદમાં જે પ્રકારે વરસાદની હેલી થતી હતી તે દિવસો ભૂતકાળ થઈ ગયા છે.

શહેરમાં ક્યાં તો એકધારો વરસાદ પડી જાય છે તો પડતો નથી. જાેકે આજકાલ મેઘરાજા અમદાવાદમાં વરસાદને મામલે કંજુસી વર્તી રહયા છે. અમદાવાદની વસ્તીને જાેતા એવરેજ રપ થી ૩પ ઈંચ જેટલો વરસાદ આવશ્યક છે જુલાઈ ખતમ થવાની તૈયારીમાં છે ત્યારે અમદાવાદમાં હજુ અડધો વરસાદ થયો નથી. જુલાઈના બાકી દિવસો અને ઓગષ્ટ મહિનો વરસાદથી ભરપુર રહે તેવી આશા રાખી શકાય છે. બાકી શહેરીજનોના નસીબમાં વાદળની ગડગડાટી અને વીજળીના ચમકારા સિવાય વરસાદ લખાયો નથી તેવુ તો અત્યારના વાતાવરણ પરથી જણાઈ રહયુ છે. મેઘરાજાના આગમન માટે આ વખતે કોરોનાને કારણે બ્રાહ્મણો પર્તજન્ય યજ્ઞ પણ કરી શકે તેમ નથી.

મેઘરાજાની મહેર ગુજરાત સહિત દેશભરમાં ઉતરે તે જરૂરી છે. બિહાર-આસામમાં પડેલા વિનાશક વરસાદની જરૂર નથી પરંતુ ધરતીમાં ધન ઉગાડી શકે અને નદી-નાળા ડેમ છલકાઈ જાય તેવા પ્રકારના વરસાદની તાતી જરૂરિયાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.