Western Times News

Gujarati News

કોહલી પર ફિદા સુંદર પાકિસ્તાની ક્રિકેટરે કરી  સગાઈ

દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટર્સમાંથી એક પાકિસ્તાનની સ્ટાર ઓલરાઉન્ડર કૈનન ઈમ્તિયાઝે સગાઈ કરી લીધી છે. તેણે સગાઈની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા કહ્યું કે, આખરે મેં હા કરી દીધી. કૈનતે ૧૭ જુલાઈએ સગાઈ કરી હતી અને જાહેરાત હવે કરી છે.

૨૧ જૂન ૧૯૯૨ના રોજ કરાંચીમાં જન્મેલી કૈનત ઈમ્તિાઝે ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કૈનતે પાકિસ્તાન તરફથી ૧૧ વન-ડે અને ૧૨ ટી-૨૦ મેચ રમી છે. તેના નામે વન-ડેમાં ૫૧ રન અને ૯ વિકેટ છે. ટી-૨૦માં ૪૧ રન અને ૬ વિકેટ છે.

કૈનતે ઓછી ઉંમરમાં પાકિસ્તાન માટે કમાલ કરી છે. ૨૦૦૫માં પાકિસ્તાનમાં થયેલા મહિલા એશિયા કપમાં ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામી સાથે મુલાકાત કર્યા પછી કૈનતે ફાસ્ટ બોલર બનવાનો નિર્ણય કર્યો હતો. અહીંથી તેની નવી સફર થઈ હતી. તે સમયે તે ૧૪ વર્ષની હતી

કૈનત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના કારણે તેની પ્રશંસક છે. ૨૦૧૮માં કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ૫૫૮ રન બનાવ્યા હતા. કોહલીની આક્રમક બેટિંગ જાેઈને કૈનત તેની ઉપર ફિદા થઈ ગઈ હતી અને તે સમયે સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા કરી હતી. જે ચર્ચામાં રહી હતી.

રિપોર્ટ પ્રમાણે લગ્નની તારીખ હજુ નક્કી નથી અને કૈનત હાલના સમયે પોતાનું ધ્યાન ફક્ત કારકિર્દી પર લગાવવા માંગે છે. કૈનતની સગાઈની ખબર સાંભળી પ્રશંસકો નિરાશ થઈ ગયા છે. એક લખ્યું કે નબળાં  દિલવાળા આ પોસ્ટ ન જાેવે. એક પ્રશંસકે લખ્યું કે તેનું દિલ તુટી ગયું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.