Western Times News

Gujarati News

PNB દ્વારા નડિયાદ એસ.ટી.ડેપોના કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝર અપાયા

 ખેડા જિલ્લાના નડિયાદ શહેરના બસ સ્ટેશન ઉપર આજે પંજાબ નેશનલ બેંકના ચીફ બેંક મેનેજર  રાજેન્દ્ર પાંડે , પંજાબ નેશનલ બેંકના મેનેજર  સુમીત જૈન તથા નડિયાદ એસ.ટી. ડેપોના મેનેજર  રીનાબેન દરજીના હસ્તે નડિયાદ નડિયાદ એસ.ટી. બસ સ્ટેશનના કર્મચારીઓને માસ્ક તેમજ સેનેટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવેલ હતું . આ પ્રસંગે ચીફ મેનેજર  રાજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે , કોરોના મહામારીની વૈશ્વિક અસરની સામે બધા પોતાની રીતે લડી રહયા છે . ત્યારે એસ.ટી.વિભાગના કર્મચારીઓ પણ કોરોના વારીયર્સની જેમ જ જંગ ખેલી રહયા છે . એસ.ટી. ના કર્મચારીઓ બસ દ્વારા પેસેન્જરોને એક સ્થાને થી બીજા સ્થાને પોતાના જીવના જોખમે લઇ જાય છે .
તેઓ એ એસ.ટીના કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી . બેંક મેનેજર  રાજેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું કે , અમારી બેંક નાણાંકીય વ્યવહારોની સાથે સાથે સામાજીક જવાબદારીઓ પણ નિભાવવામાં અગ્રેસર છે . એસ.ટી.ડેપોના મેનેજર  રીનાબેન દરજીએ પંજાબ નેશનલ બેંકનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે , એસ.ટી.ના કર્મચારીઓની સેવાઓને બિરદાવી બેંક મેનેજર એ આપણને વધુ જવાબદારી સાથે આપણી ફરજો પુરી પાડવાની ફરજ પણ યાદ કરાવી છે .

અમે તેને અનુસરી ઉત્તમ સેવાઓ આપીશું . નડિયાદ એસ.ટી. ડેપોના કન્ડકટર  દુર્ગેશભાઇ પંચાલએ જણાવ્યું હતું કે , આ મહામારીમાં બેંક દ્વારા નડિયાદ એસ.ટી. ડેપોના કર્મચારીઓના સ્વાથ્યની ચિંતા કરી બેંકના અધિકારીઓ દ્વારા અમોને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવ્યા છે તે બદલ સમગ્ર ડેપોના કર્મચારીઓ વતી હું બેંકનો આભાર માનું છું . આ પ્રસંગે એસ.ટી. વિભાગના કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું  (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.