Western Times News

Gujarati News

‘ઈખર એક્સપ્રેસ’ મુનાફ પટેલે મહત્વની ભૂમિકા ભજવી

ભરૂચ: ૨૦૧૧માં ભારતને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ‘ઈખર એક્સ્પ્રેસ’થી જાણીતા છે ગુજરાતના ક્રિકેટર મુનાફ પટેલ. પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ પોતાના ગામ ઈખરમાં પરત આવ્યા છે, ઈખર ભરૂચ જિલ્લામાં આવેલું છે. મુનાફ પટેલ એપ્રિલમાં પોતાના ગામમાં પરત આવ્યા હતા, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે ગ્રામજનોને સમજાવવું સહેલું નહોતું. મુનાફે કોરોના સામે લડવામાં ગ્રામજનો સાથે મહત્વની ભૂમિકા ભજવી છે.

આ નાના ૮૦૦૦ની વસ્તીવાળા ગામમાં એપ્રિલમાં ૫ લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો તે પહેલા કોઈને આ વાયરસની ગંભીરતા અંગેનો ખ્યાલ નહોતો. આખા તાલુકામાં ઈખર એકમાત્ર ગામ છે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા અને તેને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો. જાેકે, આ પછી ગ્રામજનોને સોશિયલ ડિસ્ટન્સિંગની સમજ સારી રીતે આવી ગઈ અને માસ્ક પહેરવાનું પણ જ્ઞાન આવી ગયું.

આ પછી ૩૮ વર્ષના પૂર્વ ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બોલર મુનાફ પટેલે પણ ગ્રામજનોને કોરોનાના ખતરા અંગે સમજણ આપવાનું બિડું ઝડપ્યું, એપ્રિલમાં ગામમાં નોંધાયેલા ૫ કેસ પછી એકપણ કેસ નોંધાયો નથી અને લોકો સારી રીતે અંતર અને માસ્કનું પાલન કરી રહ્યા છે. આ અંગે મુનાફ પટેલ જણાવે છે કે, “જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ, ઈખરમાં વાયરસ અંગે લોકોને વધારે સમજ નહોતી. પણ જે ૫ લોકો એપ્રિલમાં તામિલનાડુથી ઈખર આવ્યા હતા તેઓ કોરોના પોઝિટિવ હતા, અને આ પછી ગામમાં લોકોને અચાનક ડર લાગવા લાગ્યો.” મુનાફ પટેલ ઈખરનો જાણીતો ચહેરો હોવાથી સ્થાનિક તંત્રએ તેમની મદદ લીધી. મુનાફ પટેલે જણાવ્યું કે, “લોકોથી અંતર રાખવું અને સામાજિક અંતર રાખવું એ અહીંના લોકોને એલિયન જેવું લાગતું હતું અને તેઓ એવું સમજતા હતા કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પછી મેં તેમની સાથે વાત કરીને અને તેમને વાયરસના ખતરા અંગે સમજાવ્યું.” મુનાફે લોકોને માસ્ક પહેરવા અંગે પણ સમજાવ્યા.

મુનાફ કહે છે કે, “સૌથી મોટો પડકાર ત્યારે ઊભો થયો જ્યારે એપ્રિલમાં ખેડૂતોએ પોતાના પાકની લણણી કરવાની હતી. તેમને કોરોના વાયરસનો ચેપ લાગવાના ખતરાના કારણે લોકડાઉન દરમિયાન બહાર જવા દેવામાં નહોતા આવ્યા.”

જાેકે, આ અંગે હારૂન હાઈન્ડીએ જણાવ્યું કે, “આ મુનાફ પટેલની સ્થાનિક પોલીસ અને સ્વાસ્થ અધિકારીઓને મનાવ્યા કે ખેડૂતો લણણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરશે અને આ પછી તેમને મંજૂરી આપવામાં આવી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.