Western Times News

Gujarati News

સ્ટોક્સ માટે કોઈ મર્યાદા નથી : જાે રૂટ

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કપ્તાન જાે રૂટે ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનાં ખૂબ વખાણ કર્યાં છે. બીજી ટેસ્ટ મૅચ જિતાડવામાં સ્ટોક્સે અગત્યની ભૂમિકા ભજવી હતી. ટેસ્ટ મૅચની સિરીઝમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ એક-એક મૅચ જીતી ચૂક્યાં છે. ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મૅચ ૧૧૩ રને જીત્યું હતું.

સ્ટોક્સનાં વખાણ કરતાં જાે રૂટે કહ્યું કે ‘તે ઘણો અદ્‌ભુત પ્લેયર છે. મારા ખ્યાલથી તે આવા ફાૅર્મ સાથે પર્ફોર્મન્સ આપતો રહેશે. તેને માટે ખરેખર કોઈ મર્યાદા નથી. અલગ-અલગ પ્રકારની ગેમ રમવાથી તમે સારી રીતે સમજી શકો છો અને પર્ફોર્મ કરી શકો છો. પરિસ્થિતિને જાણીને તે પોતાની ગેમ રમી શકે છે જે તેનામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે.

છેલ્લા ૧૨ મહિનાથી તે સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે. મારા મતે દરેક લોકો અત્યારે સ્ટોક્સને તેની કરીઅરના સર્વોચ્ચ સ્તરે રમતો જાેઈ રહ્યા છે. સ્ટોક્સે પહેલી અને બીજી ઇનિંગમાં અનુક્રમે ૧૭૬ અને ૭૮ રન બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.