Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ 4.33 ટકા

એક મહિના પહેલા દેશમાં સરેરાશ મૃત્યુદર ૩.૧૮ ટકા હતોઃ ગુજરાતમાં ૪.૩૩ ટકા

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે. અનલોક-૧-ર માં કોરોના પોઝીટીવ રોકેટ ગતિએ વધી રહયા છે તો મૃત્યુદરમાં ગુજરાત દેશના અન્ય રાજયોની સરખામણીમાં ટોચના સ્થાને પહોંચ્યું છે રાજયમાં સરેરાશ મૃત્યુદરની ટકાવારી ૪.૩૩ ટકા સુધી પહોંચી ગઈ છે. જે અન્ય રાજયો કરતા જ નહી પરંતુ દેશની સરેરાશ કરતા વધારે હોવાની વાત આંકડાકીય નિષ્ણાંતો જણાવી રહયા છે.

હાલમાં જુલાઈ મહિનાની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૮૧ વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે એટલે કે જુલાઈ માસમાં દરરોજના સરેરાશ ૧૮ વ્યક્તિઓના મૃત્યુ થઈ રહયા છે. પરંતુ તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જાેવા મળી રહયો છે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં મૃત્યુદરનો આંક સતત વધી રહયો છે એક તરફ કોરોનાના પોઝીટીવ કેસો વધ્યા છે.

મૃત્યુદર વધી રહયો છે. ત્યારે અનલોકમાં કામ ધંધા તથા બજારો શરૂ થતા નાગરિકો સોશિયલ ડીસ્ટન્સીંગને જાણે કે ભૂલી ગયા છે કોરોનાથી ડરવાની વાત નથી. પરંતુ તકેદારી જરૂરી છે કારણ કે કોરોના સાથે જીવવુ હશે તો સરકારી ગાઈડલાઈનને અનુસરવુ પડશે. પરંતુ એવુ થતુ નથી. સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી રહયા છે. લોકો- નેતાઓ સૌ કોઈ જાહેરમાં એક સ્થળે ભેગા થતા જાેવા મળી રહયા છે.

ગુજરાતમાં કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક જ નહી પરંતુ ગંભીર બની રહી છે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૪.૩૩ ટકા એ પહોંચ્યો છે જે અન્ય રાજયોની સરખામણી જ નહિ પરંતુ દેશની સરેરાશ કરતા આગળ વધી રહયો છે. એક આંકડાકીય અહેવાલ પ્રમાણે ગુજરાતમાં રર જુલાઈની સ્થિતિએ પ૧,૪૮પ કોરોનાના કેસમાંથી રરર૮ના મૃત્યુ થયા છે એટલે કે ગુજરાતમાં ૧૦૦માંથી સરેરાશ ૪ કરતા વધુ દર્દી મૃત્યુ પામે છે.

સમગ્ર દેશમાં મૃત્યુદર એક મહિના અગાઉ ૩.૧૮ ટકા હતો જેની સામે ગુજરાતમાં સરેરાશ મૃત્યુદર ૪.૩૩ ટકાએ પહોંચ્યો છે જે અન્ય રાજયોની સરખામણી કરતા વધારે છે ગુજરાત પછી સૌથી વધારે મૃત્યુદર ધરાવતા રાજયોમાં દ્વિતિયક્રમે મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી થતા મૃત્યુદરનો સરેરાશ આંકડો ૩.૭ર ટકા એ પહોંચ્યો છે મહારાષ્ટ્રમાં ૩.૩૭ લાખ કેસમાંથી ૧ર,પપ૬ના મૃત્યુ થયા
છે.

ત્રીજાક્રમે મધ્યપ્રદેશનો નંબર આવે છે. એમ.પી.માં ૩.૧૦ ટકા સરેરાશ મૃત્યુ દર છે ચોથાક્રમે દિલ્હી ર.૯૪ ટકા તથા પશ્ચિમ બંગાળમાં ર.૪૮ ટકા સરેરાશ મૃત્યુ દર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની સરકારની સામે કામગીરીને લઈને માછલા ધોવાયા હતા દેશમાં દિલ્હીમાં કોરોનાના કેસો વધ્યા હતા અને રાજધાની પ્રથમક્રમે પહોચ્યુ હતું. પરંતુ ત્યારબાદ કેજરીવાલ સરકારની અસરકારક કામગીરીને લઈને દિલ્હીમાં મૃત્યુદર ઘટયો છે.

પરંતુ દિલ્હી સરેરાશ મૃત્યુદરની ટકાવારીના આંકડામાં ચોથાક્રમે પહોચ્યુ છે. જાેકે ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હીમાં કોરોનાને નિયંત્રણમાં લાવવા દિલ્હીના મુખ્યમંત્રી સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી સાથે સાથે ભાજપના દિલ્હી એકમ પણ જાેડાયુ હતું તે નોંધનીય છે.
વૈશ્વિકકક્ષાએ પણ કોરોનાના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે આ અગાઉ મૃત્યુદર પ.ર૩ ટકા હતો તે ઘટીને ૪.૧ર ટકા સુધી પહોંચ્યો છે મતલબ એ કે વૈશ્વિક કક્ષાએ કોરોનાને લઈને થતા મૃત્યુદરમાં ઘટાડો થયો છે પરંતુ તેની સામે ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે. કોરોનાના કેસો વધતા દેશના કેટલાક રાજયોએ લોકડાઉન લંબાવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક વધી રહયા છે. સુરત- અમદાવાદ- રાજકોટમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ છે. ગામડાઓ સુધી કોરોના પ્રસર્યો છે લોકોમાં ડર, ગભરાટ છે. વેપારી એસોસીએશનો તથા સ્થાનિક પ્રશાસન તંત્ર સ્વૈચ્છિક લોકડાઉન કરી રહયા છે અગર તો કામ-ધંધાના કલાકો ઘટાડાઈ રહયા છે રાજય સરકાર તરફથી લોકોને ચેતવવામાં આવી રહયા છે સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તે માટે રાજય સરકારના મહત્વના તમામ વિભાગો સક્રિય છે.

કોરોના વોરીયર્સ રાત-દિવસ મહેનત કરી રહયા છે પરંતુ નાગરિકો માસ્ક નહિ પહેરી તથા સોશિયલ ડીસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડી રહયા છે જેને કારણે કોરોના પ્રસરી રહયો છે કોરોનાથી બચવા બે-ચાર નિયમોનું ચુસ્ત પાલન થવુ આવશ્યક છે પરંતુ સરકારની કામગીરી પર નાગરિકો જાણે કે પાણી ફેરવી રહયા હોય તેવુ ચિત્ર જાેવા મળી રહયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.