Western Times News

Gujarati News

મોડાસા :નરોડાના શખ્શે ડેપ્યુટી ડીડીઓ તરીકે ઓળખ આપી બે યુવતીઓને સચિવાલયમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખ્ખો ખંખેર્યા 

પ્રતિનિધિ દ્વારાભિલોડા: મોડાસા શહેરની યુવતીને શિક્ષિકા બહેનપણીએ તેમના સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના એક ઓળખીતા અમદાવાદ નરોડા રહેતા જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ અમદાવાદ સચિવાલયમાં નોકરી કરતા હોવાની સાથે સચિવાલયમાં મોટી ઓળખ હોવાથી સચિવાલયમાં સરકારી નોકરી અપાવતા હોવાનું જણાવતા યુવતીએ નકલી ડીડીઓનો સંપર્ક કરતા નરોડાના ઠગે પોતે સચિવાલયમાં ડેપ્યુટી ડી.ડી.ઓ.તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવી  યુવતી અને તેના પરિવારજનોને  વિશ્વાસમાં લેતા યુવતીએ સચિવાલયમાં નોકરી માટે કોમ્પ્યુટર ફરજીયાત હોવાથી કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા હતા

કોમ્પ્યુટર ક્લાસ ટીચર યુવતીને વાત કરતા તે યુવતી પણ સરકારી નોકરીની લાલચમાં આવી જતા  બંને યુવતીઓને વિશ્વાસમાં લઈ ઠગે બંને યુવતીઓ પાસેથી કુલ રૂપિયા ૧૦,૬૧,૦૦૦/- ની છેતરપીંડી કરી પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં નખાવી નોકરીના કોઈ ઓર્ડર આપ્યા નથી અને રૂપિયા પણ પરત ન આપતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ઠગ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા શહેરના કુંભારવાડામાં રહેતી ફાલ્ગુનીબેન હીરાભાઈ પ્રજાપતિ અને સોહાના નામની બંને યુવતીઓને હાલ અમદાવાદ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલે સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી છેતરપીંડી કરાઈ હતી. ફાલ્ગુનીબેન ને ધુ્રપાબેન સાથે મિત્રતા થઇ હતી અને તેઓએ કહયુ હતું કે   સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના ઓળખીતા જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલ  સચિવાલયમા ડેપ્યુટી ડી.ડી.ઓ.તરીકે નોકરી કરે છે અને તેઓ મારા પણ પરીચયમાં છે.જેથી તેઓએ કહેલ કે ગાંધીનગર સચિવાલયમાં કલાર્કની ભરતી થવાની છે

મોડાસાની આ બંને યુવતીઓ નોકરી માટે લલચાઈ હતી.અને સચિવાલયમાં કલાર્કની નોકરી માટે ફાલ્ગુનીબેને રૂ.૬,૫૫,૫૦૦/- અને સોહાના એ રૂ.૪,૦૫,૫૦૦/ મળી કુલ રૂપિયા ૧૦,૬૧,૦૦૦/- રૂપિયા તબક્કાવાર જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલને આપ્યા હતા.પરંતુ દોઢ વર્ષ જેટલો સમયગાળો થયો છતાં નોકરીના કોઈ ઓર્ડર ન મળતાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડયું હતું.

સચિવાલયમાં ડેપ્યુટી ડી.ડી.ઓ.તરીકેના અધિકારીની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ ફાલ્ગુનીબેન તથા સોહાના ને સચિવાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી રૂ.૧૦.૬૧ લાખની ઠગાઈ કરી નોકરીના કોઈ ઓર્ડર આપેલ નહી.અને રૂપિયા પણ પરત ન કરતાં આ અંગે ફાલ્ગુનીબેન હીરાભાઈ પ્રજાપતિ એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી જીતેન્દ્રકુમાર ચંદુલાલ પટેલ (૭૨,મોટો  મઢ,સાંથલ,તા.જોટાણા,જી.મહેસાણા) (હાલ રહે.જીઈબી પાછળ,નરોડા, અમદાવાદ) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે આઈપીસી કલમ ૪૨૦,૪૦૬,૧૭૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.