Western Times News

Gujarati News

શ્રીરામ ટ્રાન્સપોર્ટ NCDsનાં પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 10,000 કરોડ ઊભા કરશે

મુંબઈ,  ફર્સ્ટ ટાઇમ બાયર્સ (FTB) અને સ્મોલ રોડ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ (SRTOs)ને સેવા આપતી તેમજ મુખ્યત્વે પ્રી-ઑન્ડ કમર્શિયલ વાહનોનાં ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી દેશમાં સૌથી મોટી એસેટ ફાઇનાન્સિંગ NBFCમાંની એક શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ બજારની સ્થિતિને આધિન અને અન્ય પરિબળોનો વિચાર કરીને રૂ. 10,000 કરોડનો સીક્યોર્ડ રીડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs)નાં પબ્લિક ઇશ્યૂની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં દરેક NCDની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે.

કંપનીએ NCDsનો ટ્રેન્ચ 1 રજૂ કર્યો છે, જેની બેઝ સાઇઝ રૂ. 300 કરોડ છે, જેમાં રૂ. 10,000 કરોડની શેલ્ફ લિમિટ સુધી ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

ટ્રેન્ચ 1 ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 17 જુલાઈ, 2019ને બુધવારે રોજ ખુલશે અને 16 ઓગસ્ટ, 2019નાં રોજ શુક્રવારે બંધ થશે, જેમાં વહેલાસર ક્લોઝિંગ કે એક્ષ્ટેન્શનનો વિકલ્પ છે, જેનો નિર્ણય કંપનીનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ લઈ શકે છે, અથવા ટ્રેન્ચ 1નાં પ્રોસ્પેક્ટ્સમાં ઉલ્લેખ કર્યા મુજબ ડેટ ઇશ્યૂઅન્સ કમિટી – પબ્લિક NCDs તરીકે રચિત સમિત લઈ શકે છે.

ટ્રેન્ચ 1 ઇશ્યૂ હેઠળ પ્રસ્તાવિત NCDsને CARE રેટિંગ્સ લિમિટેડ દ્વારા ‘CARE AA+; Stable’, ક્રિસિલ લિમિટેડ દ્વારા ‘CRISIL AA+/Stable’ અને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ‘IND AA+: Outlook Stable’ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ્સ સૂચવે છે કે, નાણાકીય જવાબદારીઓનું વહન કરવા સાથે ઊંચી સલામતી સંકળાયેલી છે અને ધિરાણમાં અત્યંત ઓછું જોખમ છે. ટ્રેન્ટ 1 દ્વારા ઊભા થનાર ભંડોળનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, ફાઇનાન્સિંગ અને કંપની અને સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે હાલનાં ઋણનાં વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે થશે.

વાર્ષિક ધોરણે વ્યાજની ચુકવણી સાથે 30 મહિનાની રોકાણની મુદ્દતનો વિકલ્પ છે, ત્યારે માસિક વાર્ષિક અને સંચિત ધોરણે વ્યાજની ચુકવણીનાં વિકલ્પો સાથે 42, 60 અને 84 મહિનાની મુદ્દતનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ NCDs વ્યાજનાં નિશ્ચિત દર ધરાવે છે, જે દસ જુદી જુદી શ્રેણીઓમાં ઓફર થયા છે: સીરિઝ I અને II અને III વ્યાજની ચુકવણી માસિક ધોરણે કરવાનાં વિકલ્પો ધરાવે છે, જેની મુદ્દત અનુક્રમે 42, 60 અને 84 મહિનાઓ છે તથા માસિક વ્યાજ વાર્ષિક ધોરણે અનુક્રમે 9.12 ટકા, 9.22 ટકા અને 9.31 ટકા છે.

સીરિઝ IV, V, VI અને VII વ્યાજની ચુકવણી વાર્ષિક ધોરણે ચુકવવાપાત્ર છે, જેની મુદ્દત 30, 42 , 60 અને 84 મહિનાઓ છે તેમજ વ્યાજનાં દર વાર્ષિક ધોરણે અનુક્રમે 9.30%, 9.50%, 9.60% અને 9.70% છે.

સીરિઝ VIII, IX  અને X સંચિત વિકલ્પો છે, જેમાં મુદ્દત અનુક્રમે અનુક્રમે 42, 60 અને 84 મહિનાઓ છે, જેમાં ફેસ વેલ્યુ અને સંચિત વ્યાજ મુદ્દતને અંતે ચુકવવામાં આવશે તેમજ NCDદીઠ અનુક્રમે રૂ. 1374.75,
રૂ. 1582.25 અને રૂ. 1912.80 છે. સીરિઝ VIII, IX અને X માટે વ્યાજનાં દર અનુક્રમે 9.50%, 9.60% અને 9.70% છે.

ઉપરાંત કેટેગરી III અને કેટેગરી IV વરિષ્ઠ નાગરિકો (પ્રારંભિક ફાળવણી મેળવનારાઓ)ને તમામ સીરિઝમાં વર્ષે 0.25 ટકા વધારે વ્યાજ મળશે. એ જ મુજબ, સીરિઝ VIII, સીરિઝ IX અને સીરિઝ X હેઠળ NCDs માટે આ પ્રકારનાં વરિષ્ઠ નાગરિકોને રિડેમ્પ્શન પર ચુકવવાપાત્ર રકમ NCDદીઠ અનુક્રમે રૂ. 1,385.80, રૂ. 1,600.40 અને રૂ. 1,943.55 મળશે.

આ NCDsનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને BSE લિમિટેડ (BSE) પર થશે તથા NSE નિયુક્ત સ્ટોક એક્સચેન્જ બનશે.

ત્યારે ઇશ્યૂનાં ડિબેન્ચર ટ્રસ્ટી JM ફાઇનાન્શિયલ લિમિટેડ, એ કે કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને SMC કેપિટલ્સ લિમિટેડ ડિબેન્ચરનાં ટ્રસ્ટી છે, ત્યારે  ઇશ્યૂનાં રજિસ્ટ્રાર ઇન્ટિગ્રેટેડ રજિસ્ટ્રી મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.