Western Times News

Gujarati News

લોહીમાં વધતું કોલેસ્ટ્રોલ જોખમી છે

હૃદયરોગમાં જાતીય સુખ લાભપ્રદ છે. આ વિધાન સત્યથી ઘણું વેગળું છે. ભારત એ સંસ્કૃતિપ્રધાન ધર્મપ્રધાન દેશ છે. તેમાં બ્રહ્મચર્યનો મહિમા તાણેવાણે વણાયેલો છે. આયુર્વેદ પોકારની કહે છે કે જાતિય સુખ અને પુત્ર પ્રાપ્તિની એષણા માટે છે અને તેની મર્યાદાઓ પણ બાંધી છે. દૂધ પીવાથી હૃદયરોગ થાય છે. આ સમાચાર પણ વર્તમાનપત્રોમાં કોલેસ્ટ્રોલના વધવાના ભયથી ઘણા માણસોએ દૂધ છોડી દીધું છે. ત્યારે આ પ્રકારનો પ્રચાર દૂધથી માનવીને વધારે વિમુખ કરે છે. તાજા દૂધની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે બાટલીનું દૂધ આવશ્યક બને તો આ બાટલીના દૂધમાં દૂધ જેટલું પાણી નાંખી પાણી તેમાં પીપરામૂળ, ગંઠોડાના એક ટુકડો નાંખી પાણી બળી જાય તેટલું ધીમા તાપે ઉકાળી લેવું. તેની મલાઈ કાઢી લેવી જેથી આ દૂધ પચવામાં હલકું બનશે અને કફના દોષ ઉદભવશે નહીં. જે પચે નહીં એ બળ ના આપે, પોષણ ન આપે અને શરીરમાં વિકૃતિ પેદા કરે.

શરીરનું સ્વાસ્ત્ય વાત-પિત્ત અને કફની સમતુલા ઉપર અવલંબિત છે. તેમાં દોષદ્રષ્ટિ થાય એટલે વાત પિત્ત અને કફ એદોષમય બને. તેમાં વૃદ્ધિ કે હ્વાસ થાય ત્યારે રોગ થાય. આ દ્રષ્ટિરસગત, રક્તગત, માંસગત, ખેદગત તેમ જુદી જુદી સાતે ધાતુઓમાં સ્થાન જમાવે છે ત્યારે તે ધાતુઓમાં દોષનો ઉદ્‌ભવ થાય છે. કોલેસ્ટ્રોલ વધવામાં પિત્તની દ્રષ્ટિ રક્તગત થતાં લોહીમાં કાચા આમના ચરબીના થર જામે છે. જેથી રક્તવાહિનીમાં સંકુચન આકુંચનની ક્રિયા મંદ પડે છે. પરિણામે લોહીનું પરિભ્રમણપણ મર્યાદિત થતું નથી. લોહીમાં જ્યારે ચરબીનો ગઠ્ઠો જામે છે ત્યારે હૃદય ઉપર તેની વિધાયક અસર કરનારો નીવડે છે. ધમનીમાં સંકોચ આવ્યો હોય, બરડ હોય કે તેમાં દોષ સંયમ થઈ અવરોધ થતો હોય કે માર્ગબંધ થઇ જાય ત્યારે મોટેભાગે હૃદય બંધ પડવાના કિસ્સા નોંધાયા છે. હૃદયરોગનાં ૮૦ ટકા કિસ્સામાં આજ કારણે હૃદયબંધ પડી, પ્રાણપંખેરુ ઊડી જાય છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાડા માણસોમાં વધુ હોય છે તેમાં તથ્ય નથી. ચરબીવાળો ખોરાક પોતાની પાચનક્રિયાથી વધુ લેવાતો હોય ત્યારે કોલેસ્ટ્રોલ વધે છે. આ નિયમ પાતળા માણસને પણ લાગુ પડે જે દેશમાં ચરબીવાળો ખોરાક માણસો વધુ ખાય છે ત્યાં આ રોગનો ઉપદ્રવ વધુ હોય છે. વધુ ચરબી ખાનારાઓનું કોલેસ્ટ્રોલ ઊંચુ જતું નથી તેવું પણ જાવા મળ્યું છે. જ્યારે કેટલાંકને થોડામાં થોડી ચરબી મળતાં કોલેસ્ટ્રોલનો આંક ઊંચો જાય છે. આ એક વારસાગત પ્રકૃતિ કે ચરબી પચાવવાની ક્રિયામાં મંદતા હોવાનું માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલ લોહીમાં સપ્રમાણ હોય અને શરીરમાં વધુ પડતી ન હોય તો પણ હૃદયરોગ થાય છે. ઘણા દર્દીઓને વધુ પડતી ન હોય તો પણ હૃદયરોગ થાય છે. ઘણા દર્દીઓને વધુ પડતી સિગારેટ કે તમાકુના સેવનની આદત હોય છે અથવા મધુપ્રમેહ, લોહીનું ઊંચુ દબાણ, મેદ પ્રકૃતિ તથા દારૂ જેવાં તીવ્ર, પીણાંઓના સેવનથી પણ હૃદયરોગનો હુમલો આવે છે.

લોહીમાં કોલેસ્ટ્રોલનો આંક ૨૫૦ સુધી નોર્મલ ગણવામાં આવે છે. તેથી વધુ હોય તો ચિંતાપ્રદ મનાય છે. કોલેસ્ટ્રોલ વધુ હોય તેણે અગ્નિ તત્વવાળા દ્રવ્યનું સેવન કરવું. જેનાથી લોહીમાંની ચરબીનું દહન થાય. શ્રમ એ ચરબી પચાવવા માટે મહ¥વનો ઉપચાર છે. કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યાં સુધી ચરબીવાળો ખોરાક છોડી દેવો. સવારે ૭ મરીના દાણા આખા ગળી જવા. ત્યારબાદ ૩-૪ માઈલ ચાલવું. આવીને તર વગરનું દૂધ ગંઠોડાવાળું લેવું.

જમવાની જવની ભાખરી, રોટલી, જાવરુ, મગ અને તલના તેલ કે સરસીયામાં વધારેલું શાક ઉપરાંત લસણ નીકાળી ખાવી. ઔષધોમાં રત્નરાજ ૧ રતી, યોગેંદ્ર રસ ૨ રતી, બ્રહત વાત ચિંતામણી ૧ રતીના મિશ્રણના બે પડીકાં સવાર સાંજ લેવાં. સિંહનાદ ગુગળ બે બે ગોળી જમ્યા પછી ગરમ પાણી સાથે આપવી. ૬ અઠવાડિયામાં મોટા ભાગના કેસોમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અનુભવે આ ક્રમથી ચરબીનું લોહીમાં પાચન થાય છે જેથી તેની વિક્રિયાઓ થતી નથી. – ડો. શ્રીરામ વૈદ્ય મો. 9825009241


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.