Western Times News

Gujarati News

સ્ટુઅર્ટ બ્રાૅડ અને જેમ્સ ઍન્ડરસને હંમેશાં સાથે રમવું જાેઈએ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પેસર ડોમિનિક કાૅર્કનું કહેવું છે કે ઇંગ્લૅન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રાૅડ અને જેમ્સ ઍન્ડરસને હંમેશાં સાથે રમવું જાેઈએ. ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં બ્રાૅડને બહાર રાખવામાં આવ્યો હતો અને એમાં ઇંગ્લૅન્ડ હારી ગયું હતું. બીજી ટેસ્ટ મૅચમાં ઍન્ડરસનને આરામ આપવામાં આવ્યો હતો અને બ્રાૅડે કમાલ બતાવીને ૬ વિકેટ લીધી હતી. ત્રીજી મૅચમાં આ બન્ને પ્લેયરોને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બન્ને બોલરોના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખતાં ડોમિનિક કાૅર્કનું કહેવું છે કે ‘હું સમજી શકું છું કે એક પછી એક સતત ટેસ્ટ મૅચ રમાઈ રહી છે અને યજમાન ટીમ ઇચ્છે છે કે ઍન્ડરસન અને બ્રાૅડ શક્ય એટલી વધારે મૅચ રમી શકે. તેઓ બન્ને મળીને અંદાજે ઘણી ટેસ્ટ-વિકેટ લઈ શકે છે અને પોતાની અલગ પ્રકારની બોલિંગથી બૅટ્‌સમેનોને પરેશાન કરી શકે છે.

જિમીની કોઈપણ નવી બોલિંગ-ટેક્નિકને બ્રાૅડ ઘણી જલદીથી શીખી લે છે. આ બન્ને પ્લેયરો ઘણા ફિટ છે અને ટેસ્ટ મૅચ રમવા માટે તૈયાર છે. બસ તેમને ઇન્જરી ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જિમીનો રેકાૅર્ડ દિવસે-દિવસે સારો બનતો જાય છે અને આશા કરીએ કે આ બન્ને પ્લેયરો ઘણી મૅચ સાથે રમે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બ્રાૅડ અને ઍન્ડરસન ૧૧૭ ટેસ્ટ મૅચ સાથે રમ્યા છે, પણ છેલ્લી ૧૫ ટેસ્ટ મૅચમાં તેઓ માત્ર ત્રણ મૅચ સાથે રમી શક્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.