Western Times News

Gujarati News

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આધુનિક ઍથ્લીટ છે

બ્રાઝીલના મહાન ફૂટબોલ ખેલાડી પેલેએ વારંવાર સીરી-એ લીગનો ખીતાબ જીતવા પર ઈટાલિયન ક્લબ યુવેન્ટ્‌સને શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ યુવેન્ટ્‌સના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આધુનિક ઍથ્લીટ જણાવ્યા છે. ૩૫ વર્ષીય રોનાલ્ડો આ સીઝનમાં ૩૨ મેચમાં ૩૧ ગોલ સાથે યુવેન્ટ્‌સના ટાૅપ સ્કોરર રહ્યા છે

પેલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ક્રિસ્ટિયાનો આધુનિક ઍથ્લીટ છે. આ સાથે જ હું બ્રાઝીલિયાઈ ડગલસ કોસ્ટોને પણ શુભેચ્છા પાઠવવા માંગુ છું. યુવેન્ટ્‌સની સીરી-એ લીગમાં ખિતાબી જીત શાનદાર છે.

રોનાલ્ડોએ સીરી-એમાં મળેલી જીતને કોરોના વાઇરસ મહામારીમાં ખરાબ રીતે પીડિત લોકોને સમર્પિત કરી છે.યુવેન્ટ્‌સે પોતાનું જાેરદાર અભિયાન શરૂ રાખી સેમ્પડોરિયાને ૨-૦થી હરાવી ૯મી વખત સીરી-એ લીગ જીતી છે. રવિવારે સાંજે એલિયાંઝ સ્ટેડિયમમાં રમવામાં આવેલા આ મેચમાં યુવેન્ટ્‌સ માટે રોનાલ્ડોએ ૫૨મી મિનિટ અને ફેડેરિકો બર્નાર્ડેસ્કીએ ૬૭મી મિનિટમાં ગોલ કર્યા હતા.

રોનાલ્ડોએ ઈટલીમાં સળંગ ૨ ખિતાબ જીત્યા બાદ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ઈટલીના ચેમ્પિયન, સળંગ બીજી ચેમ્પિયનશિપ જીતવાની ખુશી. આ મહાન અને શાનદાર ક્લબ સાથે ઈતિહાસ રચવાનું શરૂ છે.રોનાલ્ડોએ તાજેતરમાં જ રમવામાં આવેલા સીરી-એ ફાઈનલમાં ૧ ગોલ કરીને જીતનો જશ્ન ડબલ કર્યો હતો. ત્યારબાદ પેલે રોનાલ્ડોના રમતની પ્રશંસા કરતા જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.