Western Times News

Gujarati News

કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચૂકાદો, ફાંસીની સજા પર રોક

ઇન્ટરનેશનલ: ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે. પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે જેના પર કોર્ટે રોક લગાવી છે. તેમજ કુલભૂષણ જાધવને કાઉન્સિલર આસિસટન્સ આપવાનો નિર્દેષ કર્યો છે. અત્યારે જજ ચૂકાદો વાંચી રહ્યા છે તેમજ કાઉન્સિલર એક્સેસ ન આપવા મુદ્દે પાકિસ્તાને યોગ્ય નિયમોનું પાલન ન કર્યું હોવાનું જણાવ્યું હતું. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે.

તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ ૨૦૧૭માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી. કોર્ટે ચૂકાદામાં એ પણ નોંધ્યું હતું કે પાકિસ્તાને વિએના કન્વેન્શનનો ભંગ કર્યો છે. આજનું સેશન જજ અબ્દુલકાવી એહમદ યુસુફની અધ્યક્ષતામાં ચાલી રહ્યું છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.