Western Times News

Gujarati News

નવી શિક્ષા નીતિમાં ચીનીને વિદેશી ભાષાની યાદીમાંથી હટાવાઇ

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે નવી શિક્ષા નીતિમાં ચીનીને વિદેશી ભાષાની યાદીમાંથી હટાવી છે. રાષ્ટ્રીય શિત્રા નીતિમાં માધ્યમિક સ્કૂલ સ્તર પર વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિદેશી ભાષાની યાદીમાં ચીની ભાષાને યાદીની બહાર કરી દેવામાં આવી છે. આના પર ભારતમાં સ્થિત ચીની દુતાવાસે મંગળવારે આશા વ્યક્ત કરી શેકે ભારત કન્ફ્યૂશિયસ ઈન્સ્ટીટ્યૂટ અને ચીની ભારત ઉચ્ચ શિક્ષા સહયોગના ઉદ્દેશ્ય પર નિષ્પક્ષ વ્યવહાર કરશે અને આને રાજકારણથી અલગ રાખશે. ચીની દૂતાવાસે કહ્યું કે ચીન અને ભારતની વચ્ચે ઝડપી વધી રહેલા આર્થિક વ્યાપાર અને સંસ્કૃતિના આદાન પ્રદાનની સાથે ભારતમાં ચીની ભાષા શિક્ષણની માંગ વધી રહી છે. કન્ફ્યૂશિયસ ઈન્ટિટ્યૂટ પરિયોજના પર ચીન- ભારત સહયોગ ૧૦ વર્ષોથી વધારે સમયથી ચાલતો આવ્યો છે.

 

દુતાવાસે એમ પણ કહ્યું કે આ વર્ષોમાં ‘કન્ફ્યૂશિયસ સંસ્થાનોએ ભારતમાં ચીની ભાષા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને ચીન- ભારતના લોકોમાં સાસ્કૃતિક આદાન પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આને ભારતીય શિક્ષા સમુદાય દ્વારા માન્યતા મળેલી છે. દૂતાવાસે આ વિષય પર રાજનીતિકરણ ન કરવા કહ્યું છે. દૂતાવાસે કહ્યું કે અમને આશા છે કે ભારતીય સંબંધિત પક્ષ કન્ફ્યૂશિયસ ઈન્ટીટ્યૂટ્‌સ અને ચીન- ભારત ઉચ્ચ શિક્ષા સહયોગના હેતુની સાથે નિષ્પક્ષ રીતે વ્યવહાર કરશે. આનું રાજનીતિકરણ કરવાથી બચશે અને ચીન – ભારતના લોકોમાં સાંસ્કૃતિક આદાન- પ્રદાનના સ્વસ્થ અને સ્થિર વિકાસને બનાવી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.