Western Times News

Gujarati News

નોર્થ કેરોલિનામાં આઈસાયસ વાવાઝોડું ત્રાટકતાં ૬નાં મોત

પ્રતિકાત્મક તસવીર

લોસ એન્જલસ, અમેરિકાના પૂર્વ કિનારે ઉષ્ણકટિબંધ (ટ્રોપિકલ) વાવાઝોડું ત્રાટક્યું ત્રાટકતાં ઓછામાં ઓછી ૬ વ્યક્તિનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. દરિયામાં ૨૦થી ૨૫ ફૂટ ઊંચા મોંજા ઊછળ્યાં હતાં અને કેટલેક સ્થળે પૂર આવવા જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં આગ ફાટી નીકળી હતી. નોર્થ કોરોલિના, પેન્સિલવેનિયા, મેરીલેન્ડ અને ન્યૂયોર્કમાં મૂશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કલાકના ૬૫ માઈલની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરી સર્જાઈ હતી. ત્યારબાદ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.

ત્યારબાદ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતાં સંબંધિત વિસ્તારોને પૂર આવવાની ચેતવણી અપાઈ હતી. દરમિયાન ઓછામાં ઓછા પાંચ લાખ પરિવારોનો વીજ પુરવઠો ખોરવાઈ જતાં ચોમેર અંધારપટ છવાયો હતો. ઓશન ઓઈલ વિસ્તારમાં પાંચેક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા અને મોટાં મોટાં ઝાડ ધરાશાયી થઈ ગયા હતાં. ઉત્તર કેરોલિનામાં ૧૨થી ૧૫ જણને નાની મોટી ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

હવામાન ખાતાએ એવી ચેતવણી આપી હતી કે ફિલાડેલ્ફિયામાં શૂઈલકીલ નદીમાં પાણીનું સ્તર વધી જવાની શક્યતા હતી એટલે આ નદીતટના લોકોએ પૂરતી તકેદારી રાખીને આવનારી આફત માટે તૈયાર રહેવું. આ નદીમાં છેલ્લાં ૧૫ વર્ષમાં કદી જાેવા ન મળ્યું હોય એવા પૂર આવવાની ચેતવણી પણ આપી હતી. છેલ્લા થોડા સમયથી એક તરફ કોરોના અને બીજીતરફ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ અમેરિકાને રંજાડતી રહી હતી. આ સંજાેગોમાં પણ લોકોના ખમીરમાં જરાય ઓટ આવી જણાઈ નહોતી. લોકો દરેક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતાં. આ વર્ષે છેલ્લા છ મહિનામાં ત્રણેક વાવાઝોડાં અને ભારે વરસાદ ત્રાટક્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.