Western Times News

Gujarati News

રામ મંદિર આપણી સંસ્કૃતિનું પ્રતીક બનશે: પીએમ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારૂ સૌભાગ્ય છે કે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યાે. મારૂ આવવું સ્વાભાવિક હતું. આજે ઈતિહાસમાં રચવા જઈ રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. રામ રાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ..સદીઓથી જાેવાઈ રહેલી રાહ સમાપ્ત થઈ રહી છે. વર્ષાે સુધી રામલલા ટેન્ટ રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. ગુલામીના કાલખંડમાં આઝાદી માટે આંદોલન ચાલ્યું છે. ૧૫ ઓગસ્ટનો દિવસે તે આંદોલનનો અને શહીદોની ભાવનાઓનું પ્રતીક છે. તેવી જ રીતે રામ મંદિર માટે કેટલીય સદીઓ સુધી પેઢીઓએ પ્રયત્ન કર્યાે છે. આજનો દિવસ તે તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિરનું આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ-સંકલ્પ હતો.

 

રામ આપણી સૌની અંદર છે. ભળી ગયા છે. ભગવાન રામની શક્તિ જુઓ, ઈમારતો નષ્ટ થઈ ગઈ છે અને કંઈ કેટલુંય થયું. અસ્તિત્વ ભૂલવાનો પ્રયત્ન થયો પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસેલાં છે. હનુમાનજીના આશીર્વાદથી રામ મંદિર બનાવવાનું કામ શરૂ થયું છે. આ મંદિર આધુનિકતાનું પ્રતીક બનશે. આ મંદિર આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પણ પ્રતીક બનશે.

આગામી પેઢીઓને આ મંદિર સંકલ્પની પ્રેરણા આપતો રહેશે. સમગ્ર દુનિયામાંથી લોકો અહીં આવશે. અહીંના લોકો માટે અવસર બનશે. વડાપ્રધાને કહ્યું કે આજનો આ દિવસ કરોડો રામ ભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આ દિવસ સત્ય-અહિંસા-આસ્થા અને બલિદાનનું ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે. કોરોના વાઈરસથી બનેલી સ્થિતિઓના કાણે ભૂમિ પૂજનો કાર્યક્રમ અનેક મર્યાદાઓની વચ્ચે થઈ રહ્યો છે. આ મર્યાદાઓનો અનુભવ અમે ત્યારે પણ કર્યાે હતો જ્યારે સુપ્રીમ કાર્ટે પોતાના નિર્ણય સંભળાવ્યો હતો અને દરેકની લાગણીને ધ્યાનમાં રાખતા વ્યવહાર કર્યો હતો.

આ મંદિરની સાથે ઈતિહાસ બેવડાઈ રહ્યો છે. જે રીતે ખિસકોલીથી લઈને વાનર, વનવાસી બંધીઓને રામની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું. આજે દેશના લોકોના સહયોગથી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે જેમ કે પથ્થર પર શ્રીરામ લખીને રામસેતુ બન્યો, તેવી જ રીતે ઘેર-ઘેરથી આવેલી શિલાઓ શ્રદ્ધાનો સ્ત્રોત બની ગયો છે. આ ના ભૂતો ના ભવિષ્યતિ છે. ભારતની આ શક્તિ સમગ્ર દુનિયા માટે અધ્યયનનો વિષય છે.

 

કામ દરેક જગ્યાએ છે. ભારતના દર્શન-આસ્થા-આદર્શ-દિવ્યતામાં રામ જ છે. તુલસીના રામ સગુણ રામ છે. નાનક-તુલસીના રામ નિગુણ રામ છે. ભગવાન બુદ્ધ-જૈન ધર્મ પણ રામ સાથે જાેડાયેલાં છે. તમિલમાં કંભ રામાયણ છે. તેલુગુ, કન્નડ, કાશ્મીર સહિત દરેક અલગ-અલગ ભાગોમાં રામને સમજવાના અલગ-અલગ રૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.