Western Times News

Gujarati News

રિલાયન્સ ફાઉન્ડેશન અને કે.વી.કે ખેડબ્રહ્મા સંયુક્ત ઉપક્રમે ખેતી વિષયક તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ) મેઘરજ, રિલાયન્સ ફાઉન્ડેશન મોડાસા છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કેટલાક ગામોમાં સક્રીય રીતે ગ્રામવિકાસની કામગીરી હાથ ધરેલ છે, જેમાં ચાલુ સાલમાં ગ્રામવિકાસ કામગીરી માટે ક્ષેત્રકાર્ય વિસ્તારમાં નોધપાત્ર વધારો કરી વિવિધ પ્રવુતી દ્વારા લગભગ ૧૨૦ ગામો સુધી પહોચવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે,

વર્તમાન સમયમાં લોકો ગ્રામવિકાસની વ્યાખ્યા બદલાય અને લોકો નવા દ્રષ્ટીકોણથી તેનું મુલ્યાક્ન કરે તે માટે રીલાયન્સ ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ રહે છે, ગામડાને ટકાવવા લોકોની રોજગારીના સ્ત્રોતોમાં વધારો થાય તે હેતુથી ગામ્ય જીવાદોરી સમાન ખેતી અને પશુપાલનમાં લોકો વેજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવા માટે અહીના ખેડૂતો સાથે મુલાકત કરી તેમની જરૂરિયાત મુજબનું માર્ગદર્શન મળી રહે તે માટે કે.વી.કે ખેડબ્રહ્માનો સંપર્ક સાધ્યો અને તેમની સાથે સકલન કરી તેમના સહકારથી ખેતી વિષયક નિષ્ણાત ડો.પ્રીતિબેન દવે હાજર રહી, અહીના ખેડૂતોને મુખ્યત્વે ખેતી વિષયક માર્ગદર્શન ,પશુપાલન માવજત અને સારસંભાળ અંગે ચર્ચા તથા ખાતર વપરાશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમમાં મોટી સંખ્યામાં બહેનો સહભાગી થયા હોવાથી તેમને ધ્યાનમાં રાખી કૂપોષણ અટકાવવા પોષણ પર સવિશેષ ભાર આપવામાં આવ્યો હતો ,જેમાં ધાત્રી બહેનો ,કિશોરી બહેનો કેવા પ્રકારનો ખોરાક લેવાથી લઈ ખોરાક રાંધણની વિવિધ પધ્ધતિઆૅ પર પણ ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત જન્મ બાદ ૦ થી ૦૬ વર્ષના બાળકને તંદુરસ્ત રાખવા માટે શું કાળજી રાખવી તથા રોજીંદા ખોરાકને કઈ રીતે પોષણક્ષમ બનાવવો તે વિષે સવિશેસ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો,

ખેતીમાં સજીવ ખેતીથી થતાં ફાયદા અને જમીન તદુરસ્તી અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી તથા ગ્રામ્ય લેવલે કુદરતી સંસાધનો છે તેનો મહતમ ઉપયોગ કરી ખેતીમાં પરીવર્તન લાવી શકાય તે વિષે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી ઉપરોક્ત ખેતી વિષયક તાલીમમાં ૯૭ ખેડૂત ભાઈ-બહેનો સહભાગી થઈ ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું હતું .*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.