Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને મેંગો રેસ્ટોરન્ટ સહિત ચાર એકમ સીલ કર્યા

અમદાવાદ  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો ફરજીયાત છે. રવિવારે  આંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલ ઘ્વારા આ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવતા તેને સીલ કર્યાં બાદ રાત્રે મેંગો રેસ્ટોરન્ટ સહિત વધુ ચાર હોટેલ સીલ કરવામાં આવી છે.

પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરાયો

કોરોનાના કહેરને રોકવા માટે જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનો અમલ ન થતો ન હોવાથી રવિવાર રાત્રે ખાણીપીણી ના ચાર એકમ સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ, પીએટ્રી રેસ, બિરમીસ રેસ્ટોરન્ટ તેમજ વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ગજાનંદ પૌઆ હાઉસને સીલ કરવામાં આવ્યા છે.

આ તમામ સ્થળે સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પહેલા રવિવારે દિવસ દરમ્યાન આંબાવાડી (પંચવટી) પાસે આવેલ સેન્ટ્રલ મોલને  સીલ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મોલ દ્વારા 50 ટકાની ઓફર આપી કોરોના ને નૉતર્યું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. તેમજ ટ્રાયલ રૂમ પણ ખુલ્લા રાખતા સોસિયલ ડિસ્ટનસિંગના લીરા ઊડ્યા હતા. જેના કારણે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગે સીલની કાર્યવાહી કરી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલા આલ્ફા વન મોલ ને પણ  સીલ કર્યો હતો. ત્યારબાદ મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્મા કંપનીને સીલ કરવામાં આવ્યા હતા.કંપનીના કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામ કરતા હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જયારે મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડને પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર સીલ કરી નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ યુનિટમાંમાં કામ કરતા કર્મચારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નહતા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.